આમચી મુંબઈ

ડિજિટલ સ્માર્ટ કાર્ડ: મુંબઈ પોલીસનું છેતરપિંડી સામે નવું શસ્ત્ર

મુંબઈઃ બનાવટી ઓળખપત્ર કેસમાં વધારો થતા મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી છે. છેતરપિંડી રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈ પોલીસ કમિશનરેટના તમામ પોલીસકર્મીઓને ડિજિટલ સ્માર્ટ કાર્ડ પૂરા પાડશે. મહારાષ્ટ્રમાં ગૃહ વિભાગે તાજેતરમાં તેના માટે ચાર કરોડ રૂપિયા મંજૂર કરતો આદેશ પસાર કર્યો હતો.

મુંબઈ પોલીસ કમિશનરે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે તેઓ ડિજિટલ સ્માર્ટ કાર્ડ વાપરવાની મંજૂરી આપે અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવમાં મંજૂરી આપતા કહ્યું હતું કે પોલીસ દળના તમામ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ કોન્સ્ટેબલ માટે, ડિજિટલ સ્માર્ટ કાર્ડ બનાવવામાં આવે.

આપણ વાંચો: રાજ્યસભાના સાંસદોને મળશે સ્માર્ટ ગેજેટ્સ: ટેકનોલોજીથી સજ્જ થશે!

આદેશ મુજબ, સમગ્ર પોલીસ દળમાં 51,308 પદ છે અને તે બધા પ્રિન્ટેડ કાર્ડનો ઉપયોગ કરે છે, જેમાં ડેસ્કટોપ પબ્લિશિંગનો ઉપયોગ કરીને બનાવટ કરવાનું સરળ છે. આને કારણે, છેતરપિંડી કરનારાઓ લોકોને ડરાવવા અને પૈસા પડાવવા માટે નકલી પોલીસ કાર્ડનો ઉપયોગ કરે છે અને લોકો તેનો ભોગ બને છે અને તેથી ‘ડિજિટલ ધરપકડ’ માં વધારો થયો છે.

આ આદેશમાં ઉમેરવામાં આવ્યું છે કે રાજ્યના સરકારી વિભાગોમાં પોલીસ વિભાગ ડિજિટલ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ શરૂ કરનારો પહેલો વિભાગ હશે. ગૃહ વિભાગે પોલીસ દળને સ્માર્ટ કાર્ડ બનાવવા માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેના અમલ પહેલાં અને પછી રેન્ડમ નિરીક્ષણ કરવા જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button