Viral Video: પુણેમાં ટ્રક ખાડામાં ખાબકી, ડ્રાઈવરનો જીવ બચ્યો
પુણેઃ અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રક અચાનક ખાબકી હતી. આજે સાંજે લગભગ ૪ વાગ્યે લક્ષ્મી રોડ પર સમાધાન ચોક પાસે અચાનક મોટો ખાડો પડી જવાને કારણે ટ્રક ખાડામાં ખાબકી હતી. જોકે, આ વાતની ડ્રાઈવરને જાણ થતા જીવ બચાવવા માટે ઝડપથી ટ્રકમાંથી કૂદી પડ્યો હતો.
આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો. અચાનક શહેરમાં આ રીતે વાહન ખાડામાં ગરકાવ થઈ જાય એનાથી સૌને આશ્ચર્ય થયું હતું. સીસીટવી ફૂટેજમાં આખી ટ્રક ઊંધી વળી ગયેલી જોવા મળી હતી, જ્યારે આસપાસમાં લોકો એકઠા થયા હતા.
અન્ય એક વીડિયોમાં ઘટના બન્યા પહેલા ત્યાંથી બે વિદ્યાર્થી પસાર થયા હતા, ત્યાર બાદ ગણતરીની સેકન્ડમાં આખી ટ્રક જોતજોતામાં ખાડામાં જતી રહી હતી. જમીનની સપાટી પર ફક્ત બોનેટ પણ જોવા મળ્યુ નહોતું. સદનસીબે ટ્રકમાંથી ડ્રાઈવરને બહાર આવી જતા તેનો બચ્યો હતો. આ બનાવ પછી ટ્રકને બહાર કાઢવા માટે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ૨૦ જવાન અને પોલીસ અધિકારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આપણ વાંચો: કાશ્મીરમાં મોટી દુર્ઘટનાઃ BSFની બસ બની અકસ્માતનો શિકાર, 26 જવાન ઘાયલ
ફાયર બ્રિગેડના અધિકારી સુભાષ જાધવે જણાવ્યું હતું કે પીએમસીનું સક્શન સેપ્ટિક ટેન્ક-ટ્રક સિટી પોસ્ટ સ્થિત સમાધાન ચોક પાસે શૌચાલય સાફ કરવા માટે ગયું હતું. એકાએક માટી ધસી અને આખું વાહન ખાડામાં પડી ગયું હતું. તેની સાથે બે મોટરસાઈકલ પણ ખાડામાં પડી ગઈ હતી. સેપ્ટિક ટેન્ક વાહનના ચાલકે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ ટળી ગઈ હતી.