આમચી મુંબઈમહારાષ્ટ્ર

માર્ચમાં મુંબઈ એરપોર્ટનો પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર

મુંબઈ: દુનિયાના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુંબઈના એરપોર્ટની સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે માર્ચ મહિના દરમિયાન મુંબઈ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર કર્યો હોવાનું એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું.

મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે 16 ટકા વધીને નાણાકીય વર્ષ 2024માં 52.8 મિલિયન પહોંચ્યો હતો. માર્ચ 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં અદાણી ગ્રૂપ-એએઆઈની માલિકીના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 43.9 મિલિયન પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો, એમ ઓપરેટરે જણાવ્યું હતું.

આપણ વાંચો: Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, એરપોર્ટ, મોલ, મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા

એરપોર્ટના આગમન અને પ્રસ્થાન બંને ટર્મિનલ પર પ્રવાસીઓની કુલ સંખ્યાના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. માર્ચ મહિના દરમિયાન 52.8 મિલિયન કુલ પ્રવાસીની સંખ્યામાંથી એરપોર્ટ પર આવનાર (અરાઈવલ) પ્રવાસીની સંખ્યા 26 મિલિયન હતી અને એરપોર્ટ પરથી પ્રસ્થાન કરનાર (ડિપાર્ચર) પ્રવાસીઓની સંખ્યા 26.7 મિલિયન હતી.

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એમ બંને પ્રકારના પેસેન્જર ટ્રાફિકમાં વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2024 દરમિયાન એર ટ્રાફિક મૂવમેન્ટમાં 12 ટકાના વધારા સાથે 3,24,972 પર નોંધવામાં આવી હતી. આ જ સંખ્યા અગાઉના વર્ષમાં 2,90,387 હતી તેમ જ ફેસિલિટીમાં પ્રક્રિયા કરાયેલ કુલ બેગની સંખ્યા 40.7 મિલિયન કરતાં પણ વધુ નોંધવામાં આવી હતી. આ સંખ્યાને કારણે 31 ટકા વધારે હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button