પાલઘરના ફાર્મહાઉસમાંથી 12 કરોડનું રક્તચંદન જપ્ત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પાલઘરના ફાર્મહાઉસમાંથી 12 કરોડનું રક્તચંદન જપ્ત

પાલઘર: વન વિભાગે પાલઘરના એક હાર્મહાઉસમાં કાર્યવાહી કરી અંદાજે 12 કરોડ રૂપિયાનું રક્તચંદન જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં આ રક્તચંદન દક્ષિણનાં રાજ્યોમાંથી તસ્કરી દ્વારા મહારાર્ષ્ટમાં લાવ્યું હોવાનું જણાયું હતું.

આધારભૂત માહિતીને આધારે વન વિભાગના અધિકારીઓએ ગુરુવારની રાતે પાલઘર તાલુકાના દહિસર જંગલ વિસ્તારમાં આવેલા સાખરે ગામમાંના નિર્જન ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ફાર્મ હાઉસ પરિસરમાંથી રક્તચંદનનાં 200 બંડલ મળી આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જપ્ત કરાયેલાં રક્તચંદનની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા હોવાનું અધિકારીનું કહેવું છે.

આ પણ વાંચો : રક્તચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ

પાલઘર જિલ્લામાં વન વિભાગ દ્વારા તાજેતરનાં વર્ષોમાં કરાયેલી કાર્યવાહીમાં આ સૌથી મોટી હતી. જપ્ત રક્તચંદન ફોરેસ્ટ ઍક્ટ હેઠળ સંરક્ષિત છે અને તેની દાણચોરી પર પ્રતિબંધ છે. આ અંગે ગુનો નોંધીને દાણચોરી પાછળના સૂત્રધારોની શોધ ચલાવાઈ રહી છે, એમ વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ ક્ધસાઈન્મેન્ટ ગેરકાયદે ચૅનલો દ્વારા વિદેશમાં મોકલવાની યોજના હતી, એવી શંકા અધિકારીઓને છે.

આ પણ વાંચો : દિલ્હીમાં 2.4 કરોડના નકલી NCERT પુસ્તકોનું રેકેટ ઝડપાયું, ત્રણ જણની ધરપકડ

અત્યાર સુધીની તપાસમાં ‘પુષ્પા’નામ સામે આવ્યું છે. આ દાણચોરોના નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતું કોડ નેમ હોઈ શકે અથવા સ્થાનિક હેન્ડલરનું નામ હોઈ શકે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ફાર્મહાઉસમાંથી રક્તચંદનનો જથ્થો મળી આવ્યા પછી જિલ્લાના જંગલ પરિસરોમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button