કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો: એકનું મોત, ચાર જખમી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો: એકનું મોત, ચાર જખમી

પાલઘર: કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો થતાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર જણ જખમી થયા હોવાની ઘટના પાલઘરમાં બની હતી.

પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ લિંબાની સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં બની હતી. બ્લાસ્ટ થયો ત્યારે ઘટનાસ્થળે પાંચ કર્મચારી કામ કરતા હતા.

ફૅક્ટરીમાં મેટલ અને ઍસિડ મિક્સિગંનું કામ ચાલી રહ્યું હતું, જે હાઈલી રિઍક્ટિવ પ્રોસેસ હોય છે. આ પ્રક્રિયા દરમિયાન અચાનક ધડાકો થયો હતો. ધડાકાને કારણે એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: કેમિસ્ટ્રીમાં માસ્ટર ઑફ સાયન્સ કરનારા ગુજરાતીની અયોધ્યામાં ડ્રગ્સ ફૅક્ટરી

અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં બે કર્મચારી ગંભીર રીતે દાઝ્યા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અત્યારે બન્ને આઈસીયુમાં હોવાનું જાણવા મળ્યું હતું.

ધડાકાને કારણે અન્ય બે કર્મચારીને નજીવી ઇજા થઈ હતી. સારવાર બાદ તેમનાં સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું પોલીસનું કહેવું છે.

દરમિયાન બ્લાસ્ટની માહિતી મળતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. આ પ્રકરણે સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button