વિપક્ષને હારનો અંદાજ આવી ગયોઃ એકનાથ શિંદેએ ઠાકરેભાઈઓને આપ્યો જવાબ

માર્કર પેન અંગે ચૂંટણી પંચની સ્પષ્ટતા પણ જાણો
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મુંબઈ સહિત મહત્ત્વની પાલિકામાં મતદારોમાં અપેક્ષા પ્રમાણે ઉત્સાહ જણાતો નથી, પરંતુ સેલિબ્રિટીઝ સહિત નેતાઓ પરિવાર સહિત મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે ત્યારે મતદાન કર્યા પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષના દાવા પર નિશાન સાધ્યું હતું.
વિપક્ષ પર નિશાન સાધતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે વિકાસના એજન્ડા પર ચૂંટણી લડી રહ્યા છીએ. અમે ચૂંટણી પંચ સાથે વાત કરી છે તો તેમણે કહ્યું છે કે 2012થી નગર પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈવીએમ અને મતદારની આંગળી પર નિશાન કરવા માટે માર્કરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ વિપક્ષને અત્યારથી હારનો સામનો કરવાનો અંદેશો આવી ગયો છે, તેથી બહાના બનાવી રહ્યા છે. વિના કારણ આરોપો લગાવી રહ્યા છે, પરંતુ ચૂંટણી પારદર્શક હોવી જોઈએ અને ચૂંટણી પંચે એની વ્યવસ્થા કરવી જોઈએ.
મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ કરવા અંગે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ગંભીર આરોપો લગાવ્યા હતા. આ અંગે રાજ્યની ચૂંટણી પંચે કહ્યું છે કે મતદારોની આંગળી પરથી સહી કાઢવા અને ખોટા ભ્રમ ઊભા કરવા અંગે કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.
ચૂંટણી પંચે અન્ય નિવેદનમાં જણાવ્યું છે કે જે કોઈ નાગરિક પોતાની આંગળી પરથી શાહી હટાવીને ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો હતો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવામાં આવી છે, જે કોઈ ફરી મતદાન કરશે તેમની વિરુદ્ધ પણ સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આપણ વાંચો: એસીટોનથી ભૂંસાઈ રહી છે શાહી? મનસેના આરોપ અંગે બીએમસી કમિશનરે શું કહ્યું, જાણો?



