આમચી મુંબઈ

રાજ્યના સૌથી આદરણીય રાજકીય નેતામાંથી એક: રાજ્યપાલ

વિદાય… મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના અંતિમસંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા હતા એ નિમિત્તે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. (અમય ખરાડે)

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને લોકસભાના પૂર્વ સ્પીકર મનોહર જોશીના નિધન અંગે મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસે પણ શ્રદ્ધાંજલી વ્યક્ત કરી હતી. બૈસે કહ્યું હતું કે “મનોહર જોશી રાજ્યના સૌથી આદરણીય રાજકીય નેતા હતા. એક કુશળ આયોજક, ઉત્કૃષ્ટ સંસદસભ્ય, ઉત્તમ વક્તા, જ્વલંત વિપક્ષી નેતા અને આદરણીય લોકસભા અધ્યક્ષ, જોશીએ દરેક ભૂમિકા નિભાવી તેમની છાપ છોડી છે. તેઓએ કૌશલ્ય શિક્ષણનું મહત્ત્વ સમજી ટેકનિકલ અને કૌશલ્ય શિક્ષણ આપવા માટે કેન્દ્રોની રચના કરી હતી. આ કેન્દ્રોની મદદથી જોશીએ હજારો યુવાન મહિલાઓ અને પુરુષોને નોકરીઓ મેળવવામાં મદદ કરી છે. મહારાષ્ટ્રએ એક ઉચ્ચ સિદ્ધાંતો અને મૂલ્યોવાળા વ્યક્તિને ગુમાવી છે. તેમના પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના, એમ મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસે જણાવ્યું હતું.

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મનોહર જોશીને શુક્રવારે હૃદયરોગનો હુમલો થવાને પગલે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ૮૬ વર્ષના જોશીને ૨૧ ફેબ્રુઆરીએ હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને શુક્રવારે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું, એવી માહિતી ખાનગી હૉસ્પિટલે આપી હતી.

તેઓ ‘જોશી સર’ના હુલામણા નામે ઓળખાતા હતા. તેઓ અવિભાજિત શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન હતા. તેઓે ૧૯૯૫-૧૯૯૯ દરમિયાન હોદ્દા પર હતા. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે સાંજે દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

મનોહર જોશીને ગયા વર્ષે મેમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે તેમને બ્રેન હેમરેજ થયું હતું. તેઓ સાંસદ પણ હતા અને ૨૦૦૨થી ૨૦૦૪ સુધી અટલ બિહારી વાજપેયી સરકાર સત્તામાં હતી ત્યારે તેઓ લોકસભાના સ્પીકર હતા. બીજી ડિસેમ્બર,૧૯૩૭માં મહારાષ્ટ્રના તટીય વિસ્તાર કોંકણમાં તેમનો જન્મ થયો હતો. જોશીએ મુંબઈની વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)માંથી સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રિ મેળવી હતી.

તેમણે રાજકીય કારકીર્દિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને કરી હતી. તેઓે પછી શિવસેનામાં જોડાયા હતા અને ૧૯૮૦ના દાયકામાં તેઓ શિવસેનાના ચાવીરૂપ નેતા બન્યા હતા. તેઓ તેમની સંગઠન કુનેહ માટે જાણીતા હતા.

તેમના લગ્ન અનઘા જોશી સાથે થયા હતા. તેમની વાઈફનું ૭૫ વર્ષની વયે ૨૦૨૦માં મરણ થયું હતું. તેમના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. જોશીએ તેમની કારકીર્દિની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી અને ૧૯૬૭માં રાજકારણમાં જોડાયા હતા. તેઓ ચાર દાયકાથી વધારે સમય સુધી શિવસેના સાથે જોડાયા હતા. તેઓ ૧૯૬૬-૭૦માં મુંબઈના નગરસેવક હતા અને ૧૯૭૬-૭૭માં મુંબઈના મેયર બન્યા હતા.

કેન્દ્રના પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેઓ રાજકારણના ‘સુસંસ્કૃત ચહેરા’ હતા. (એજન્સી)

સમાજ, રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે મોટો ફાળો
મનોહર જોશી વિધાન પરિષદ, વિધાનસભા, લોકસભા તેમજ રાજ્યસભાના સભ્ય હતા. જોશી મુંબઈના કોર્પોરેટર અને મેયરથી લઈને મુખ્ય પ્રધાન અને સંસદના સભ્ય બન્યા હતા. અંગત જીવન હોય કે જાહેર જીવન, તેઓ શિસ્તવાદી નેતા હતા.

  • નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
    મરાઠાઓના અધિકારો માટે લડનાર નેતા
    જોશી રાજકારણમાં એક સ્પષ્ટ નેતા હતા. તેઓ કર્યોને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેતા. લોકસભા સ્પીકર તરીકે તેમણે સંસદ પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા લાવવા અંગે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • શરદ પવાર
    સંકટ સમયે શિવસેનાની સાથે રહ્યા
    શિવસેના ઉદ્ધવ જુથના વડા ઉદ્ધવ ઠાકરેએ બુલઢાણામાં એક સભાનું સંબોધન કરતાં મનોહર જોશીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મનોહર જોશી સાચા શિવસૈનિક હતા. જીવમાં જીવા પુરાવનાર શિવસૈનિક આજે આપની વચ્ચેથી નીકળી ગયા છે. શિવસેના તરફથી હું મનોહર જોશીને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. મનોહર જોશી પ્રથમ વર્ગના શિવસૈનિક હતા. જોશી જેવા શિવસૈનિકને લીધે શિવસેના સંકટ પર વિજય મેળવીને ઊભી છે.
  • ઉદ્ધવ ઠાકરે
    મહારાષ્ટ્રના નિર્માણમાં યોગદાન
    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન, વરિષ્ઠ નેતા મનોહર જોશી સરના નિધનના સમાચાર સાંભળી ખૂબ દુ:ખ થયું. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પ્રત્યે સખત ભરોસો રાખતા અને મહારાષ્ટ્રના નિર્માણમાં પૂરા દિલથી યોગદાન આપનાર એક શિસ્તબદ્ધ અને મક્કમ નેતૃત્વ કરનાર કાળના સામે આવ્યા. મહારાષ્ટ્ર, મરાઠી લોકો માટે તેઓ દિલથી આત્મીયતા હતા. રાજ્યના રાજકારણના એક અભ્યાસુ અને સુસંસ્કૃત ચહેરો તેમની ઓળખ હતી. સર અતિશય નમ્ર, સંયમી, હાજરજવાબી અને શિસ્તપ્રિય હતા. રાજ્યના રાજકારણ, સમાજ, શિક્ષણ આ વિવિધ ક્ષેત્રોમાં તેમની કામગીરી, યોગદાન ક્રાંતિકારી બદલાવ કરતું હતું. શિક્ષણ ક્ષેત્ર બાબતે તેઓ પ્રયત્નશીલ હતા. તેમની કોહિનૂર ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટ દ્વાર અનેક યુવાનોને શિક્ષણ આપાવ્યું. – મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…