અંબરનાથમાં જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત | મુંબઈ સમાચાર

અંબરનાથમાં જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

થાણે: જીવનથી કંટાળેલી 85 વર્ષની વૃદ્ધાએ પોતાના શરીર પર કેરોસીન રેડી આગ ચાંપી હોવાની ઘટના અંબરનાથમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના અંબરનાથ પશ્ર્ચિમમાં સર્વોદય નગરમાં શુક્રવારે બની હતી. મૃતકની ઓળખ પાર્વતીબાઈ રાઘવ અહિરે તરીકે થઈ હતી. જીવનથી હતાશ થઈને તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

અંબરનાથ પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે વૃદ્ધાએ પોતાના શરીર પર કેરોસીન રેડી દીવાસળી ચાંપી હતી. વૃદ્ધાની પુત્રવધૂ સાંજે ઘરે પાછી આવી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. પાર્વતીબાઈ ફ્લૅટની બાલ્કનીમાં બળેલી હાલતમાં બેભાન મળી આવતાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. તબીબે તેને તપાસીને દાખલ કરતાં પૂર્વે જ મૃત જાહેર કરી હતી.

આપણ વાંચો: નોમિની વ્યક્તિ મૃતકની મિલકત પર અધિકારનો દાવો કરી શકે નહીં, હાઇકોર્ટનો નિર્ણય

પોલીસે વૃદ્ધાના શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આ પ્રકરણે એડીઆર નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

સંબંધિત લેખો

Back to top button