હવે, આ કારણસર નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને મળ્યું નવું નામ

પનવેલ: થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલી નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને નવું નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનને નવું નામ આપવા માટે અહીંના નાગરિકોએ આંદોલન કર્યું હતું ત્યાર બાદ સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પ્રશાસન દ્વારા સ્ટેશનનું નામ સેંટ્રલ પાર્કથી બદલીને સેંટ્રલ પાર્ક મુર્બીપાડા રાખ્યું છે.
શહેરી વિસ્તારોમાં વધારો થવાથી ગામોનું મહત્વ ઘટી રહ્યું છે. સિડકો દ્વારા વિકસિત કરવામાં આવેલા સ્ટેશનોના નામમાં શહેરીકરણ વધુ લાગે છે પણ નાના ગામોની અવગણના કરવાં આવે છે, જેથી ગામનું અસ્તિત્વ ટકાવી રકવા માટે અમે આ આંદોલન કર્યું હતું. નવી મુંબઈ મેટ્રો શરૂ થયાના અઠવાડિયા બાદ અમારી સેન્ટ્રલ પાર્ક સ્ટેશનનું નામ બદલીને સેન્ટ્રલ પાર્ક મુર્બીપાડા કરવામાં આવ્યું છે, જે સારી બાબત છે, એમ એક સ્થાનિકે જણાવ્યું હતું.
આ બાબતે સિડકોના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી મુંબઈ મેટ્રોના એક સ્ટેશનને સેન્ટ્રલ પાર્ક મુર્બીપાડા આ નામ આપવા માટે આગામી બે દિવસોમાં જરૂરી બદલ કરવામાં આવશે. આ સ્ટેશનનું નામકરણ રાખવા માટે મેટ્રો પ્રશાસન દ્વારા સ્થાનિક નાગરિકોનો મત જાણવા એક અહેવાલ બહાર પડ્યો હતો પણ આ બાબતે કોઈપણ પ્રતિસાદ ન મળતા સ્ટેશનનું નામ બદલવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. થોડા સમય બાદ નાગરિકોએ આ અંગે આંદોલન કરી નામ બદલવાની માંગણી કરી હતી, તેથી આ નિર્ણય લેવામાં વિલંબ થયો. એવું એક સિડકોના ગુપ્ત સૂત્રોએ જણાવ્યું હતું.