ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંક કરનારને તડીપારની નોટિસ

સોલાપુર: સોલાપુરના પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલનું અપમાન કરનાર ભીમ આર્મીના શહેર પ્રમુખને પોલીસે સોલાપુર અને ધારાશિવ જિલ્લામાં પ્રવેશ કરવા પર બંધી અંગે નોટિસ જારી કરી છે. ૨૦૨૩ના ૧૫ ઓક્ટોબરે સાત રસ્તા પર સરકારી આરામ ગૃહમાં ભારે પોલીસની હાજરી હોવા છતાં ચંદ્રકાંત પાટીલના શરીર પર શાહી ફેંકની ઘટના બની હતી.
ચંદ્રકાંત પાટીલ પાલક પ્રધાન તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત સોલાપુરની મુલાકાત લીધી હતી હતા. ગયા સપ્ટેમ્બરે ધનગર સમાજના આરક્ષણ મુદ્દે એક યુવકે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં તત્કાલિન પાલક પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ પર હળદરનો પાવડર ફેંક્યો હતો. આવી ઘટનાઓને ફરી ન બને તે માટે સોલાપુરમાં દરેક પ્રધાનની મુલાકાત પહેલા કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
રાજ્યના નવા પાલક પ્રધાન ચંદ્રકાંત પાટીલ સરકારી જ્યારે આરામગૃહમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષા માટે પોલીસ ટુકડી ઊભી કરવામાં આવી હતી. તે વખતે ભીમ આર્મી સંગઠનના શહેર પ્રમુખ ૨૬ વર્ષના અજય ઉર્ફ રાવણ સંતોષ મિંદરગીકર એ પોલીસ બંદોબસ્ત તોડી કરી ચંદ્રકાંત પાટીલ પર શાહી ફેંક કરી તેમને કાળો ઝંડો બતાવ્યો હતો.
મિંદરગીકરે આ કૃત્ય સરકારી નોકરીઓના કરારને રદ કરવા અંગેની માંગણી માટે કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની સામે સરકારી કામમાં અડચણ ઉભી કરવાના બદ્દલ કોગ્નિઝેબલનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપીને આ મામલે ૨૬ દિવસ સુધી જેલમાં રાખવામા આવ્યો હતો.