આમચી મુંબઈનેશનલ

બુરખા વિવાદ મુદ્દે જાવેદ અખ્તરે નીતીશ કુમારની ટીકા કરી, માફી માંગવા કરી અપીલ

મુંબઈઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અત્યારે એક વિવાદને લઈને ચર્ચામાં છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે મહિલા ડૉક્ટરના ચહેરા પરથી બુરખો હટાવવાની કોશિશ કરી હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ ઘટના મામલે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. આ વિવાદ અંગે જાણીતા લેખક-સંગીતકાર જાવેદ અખ્તરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તર દેશના અનેક મુદ્દાઓ પર પોતાની વિચાર રજૂ કરતા હોય છે અને બિન્દાસ નિવેદનો માટે જાણીતા છે. નીતીશ કુમારના વિવાદ મામલે પણ તેણે ખાસ પ્રતિક્રિયા છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે.

જૂના નિવેદન મામલે જાવેદ અખ્તરે આપ્યું પોતાનું સ્પષ્ટીકરણ

જાવેદ અખ્તરનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ કરીને એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે, જાવેદ અખ્તર બુરખા વિવાદ મામલે નીતીશ કુમારનું સમર્થન કરી રહ્યાં છે. આ જૂના નિવેદન અંગે હવે જાવેદ અખ્તરે એક્સ પર પોસ્ટ કરીને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું અને નીતીશ કુમારની તે હરકતની આલોચના પણ કરી છે. જાવેદ અખ્તરનું કહેવું છે કે જે લોકો મને નજીકથી જાણે છે તેમને ખબર હશે કે હું પડદા પ્રથા અને તેના પારંપારિક વિચારોનો વિરોધ કરતો આવ્યો છું, આનો અર્થ એ નથી કે કોઈ પણ મુસ્લિમ મહિલા ડૉક્ટર પ્રત્યેના આવા વર્તનને યોગ્ય માની લઉ!

નીતીશ કુમારને માફી માંગવા માટે જાવેદ અખ્તરે કરી અપીલ

એક્સ પર પોસ્ટ કરતા જાવેદ અખ્તરે ચોખ્ખા શબ્દોમાં લખ્યું કે તેઓ આ ઘટનાની નિંદા કરે છે. અને નીતીશ કુમારે કોઈ પણ પ્રકારની શરત વિના આ મહિલા પાસે માફી માંગી લેવી જોઈએ. સીએમ નીતીશ કુમારે એક મુસ્લિમ મહિલા ડૉક્ટર સાથે જે હરકત કરી છે તેને નિંદનીય છે અને હું તેની સખત શબ્દોમાં વખોડું છું. સ્પષ્ટીકરણ કરતા જાવેદ અખ્તરે એવું પણ કહ્યું છે કે તેમનું જૂનું નિવેદન જે નવેમ્બરમાં આપ્યું હતું તે અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યું છે. નવેમ્બરમાં આવેલા નિવદેનમાં જાવેદ અખ્તરે બુરખા પહેરવા અને ચહેરો ઢાંકવા અંગે વિરોધ નોંધાવ્યો હતો.

ચહેરો ઢાંકવાની પરંપરા સામાજિક દબાણનું પરિણામ છે

આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે મહિલાઓને પોતાના ચહેરા પર શરમ અનુભવવાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. જો કોઈ સ્ત્રી પોતાનો ચહેરો ઢાંકવાનું પસંદ કરે છે તો તેને કેમ નબળી માનવામાં આવે છે. જાવેદ અખ્તરે કહ્યું હતું કે કોઈને પોતાના ચહેરા પર શરમ કેમ લાગવી જોઈએ? ચહેરામાં એવું શું છે જેને ઢાંકવાની જરૂર છે? જાવેદ અખ્તર ચહેરો ઢાંકવાની પરંપરાને સામાજિક દબાણનું પરિણામ માને છે. આ નિવેદનને અત્યારે લોકો નીતીશ કુમારના સમર્થનમાં જોડી રહ્યાં હતા, પરંતુ જાવેદ અખ્તરે પોતાનું સ્પષ્ટીકરણ આપી દીધું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button