નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ
મુંબઈ: મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના નવ મુખ્ય માર્ગો પર નવી સ્પીડ લિમિટ લાગુ કરી છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સ્પીડ લિમિટ મુંબઈના અધિકારક્ષેત્રમાં ચાલતા તમામ પ્રકારના વાહનો પર લાગુ કરવામાં આવશે. આ યાદીમાં શહીદ ભગત સિંહ રોડ પર પી.
ડી’મેલો રોડ, વરલીમાં અબ્દુલ ગફાર ખાન રોડ, મહર્ષિ કર્વે રોડ પર ગોદરેજ જંક્શનથી ઓપેરા હાઉસ, બીકેસીમાં ડાયમંડ જંક્શનથી એમટીએનએલ, જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ, વીર જીજા માતા ભોસલે ફ્લાયઓવર, નવો ફ્લાયઓવર છેડા નગર અને અમર મહેલ ફ્લાયઓવર ચેમ્બુરનો સમાવેશ થાય છે.
નવા સ્પીડ નિયમો કેવી રીતે નક્કી કરવામાં આવશે?
મુંબઈ ટ્રાફિક પોલીસ 50 કિ.મી. પ્રતિ કલાક સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. 50 કિમી પ્રતિ કલાકની મર્યાદા ગોદરેજ જંકશનથી મહર્ષિ કર્વે રોડ પર ઓપેરા હાઉસ સુધી અને હાજી અલી જંકશનથી કેશવરાવ ખાડે રોડ પર મહાલક્ષ્મી રેલવે સ્ટેશન સુધી લાગુ છે. વરલી વિશે વાત કરીએ તો ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર બિંદુ માધવ ચોકથી ડૉ. કેશવ બલરામ હેડગેવાર ચોક (લવ ગ્રોવ) જંકશન સુધી, વાહનચાલકો માટે સ્પીડ લિમિટ 60 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ એવન્યુ-1 પર બીકેસી ડાયમંડ જંક્શનથી એમટીએનએલ જંક્શન સુધીની સ્પીડ લિમિટ 60 કિ.મી. પ્રતિ કલાક હશે.