આમચી મુંબઈ

અજિત પવારની યાદમાં એનસીપીની યુવા પાંખે રાષ્ટ્રવ્યાપી ‘અસ્થિ કળશ યાત્રા’ શરૂ કરી

મુંબઈ: સત્તાધારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની યુવા પાંખે બુધવારે પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના દિવંગત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે ચાર દિવસીય રાષ્ટ્રવ્યાપી ‘અસ્થિ કલશ યાત્રા’ શરૂ કરી.

આ યાત્રાના ભાગ રૂપે, પવારની અસ્થિઓનું કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશભરની મુખ્ય નદીઓ અને ધાર્મિક સ્થળોએ વિસર્જન કરવામાં આવશે, એમ પાર્ટી દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવાયું હતું.

‘અસ્થિ કળશ યાત્રા’ એનસીપીના દિલ્હી મુખ્યાલયમાં પ્રાર્થના સાથે શરૂ થઈ હતી અને ૭ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, યાત્રા ૧૦ થી વધુ રાજ્યોમાંથી પસાર થશે. યાત્રાનો ઉદ્દેશ્ય ભારતભરના લોકોને અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવાની તક આપવાનો છે, જેમાંથી ઘણા સમયની મર્યાદાને કારણે બારામતીમાં તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યા ન હતા, એમ પ્રકાશનમાં જણાવાયું હતું.

આપણ વાચો: પ્લેન ક્રેશ પૂર્વે અજિત પવારે કોની સાથે વાત કરી હતી? જાણો નવો રિપોર્ટ…

મંગળવારે, બારામતી ખાતેના તેમના નિવાસસ્થાને પરંપરાગત વિધિઓ બાદ, દિવંગત નેતાના પુત્ર પાર્થ પવારે એનસીપીના યુવા પાંખના પદાધિકારીઓને અસ્થિઓ સોંપી હતી.

ઉત્તરાખંડમાં હરિદ્વારમાં હર કી પૌડીમાં, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં સંગમમાં, વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર અને પટના, ઝારખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને તમિલનાડુમાં કન્યાકુમારીમાં અન્ય ધાર્મિક સ્થળોએ અસ્થીઓને વિસર્જન કરવામાં આવશે.

પાર્ટીએ જણાવ્યું હતું કે આ યાત્રામાં શોક સભાઓનો પણ સમાવેશ થશે અને વિકાસ, ખેડૂતોના કલ્યાણ અને સામાજિક ન્યાય સંબંધિત અજિત પવારના વિચારો ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button