નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા સીઆઈએસએફના ખભે

નવી મુંબઈઃ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સએ બુધવારે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આઠમી ઓક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ પર ડિસેમ્બરમાં વાણિજ્યિક કામગીરી શરૂ થશે.
ઇન્ડક્શન સમારોહમાં સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ (ડીજી) પ્રવીર રંજન, ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ અને એરપોર્ટ સત્તાવાળાઓએ હાજરી આપી હતી. સીઆઈએસએફના આતંકવાદ વિરોધી સુરક્ષા કવચ હેઠળ આ ૭૧મું એરપોર્ટ છે.
આપણ વાચો: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ડીબી પાટીલ
જયારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પછી, મુંબઈ ક્ષેત્રનું બીજું એરપોર્ટ છે જે ૧,૧૬૦ હેક્ટરમાં ફેલાયેલું છે.
પ્રથમ તબક્કામાં એરપોર્ટમાં ટર્મિનલ અને રનવે હશે જેની વાર્ષિક મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા ૨૦ મિલિયન હશે. આખો પ્રોજેક્ટ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા અનેક તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં અદાણી ગ્રુપનો ૭૪ ટકા હિસ્સો છે અને બાકીનો ૨૬ ટકા હિસ્સો મહારાષ્ટ્ર સરકારની ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ એજન્સી સિડકો પાસે છે.



