નવી મુંબઈ એરપોર્ટ જાણો ક્યારથી ખૂલી શકે છે, જુઓ કેવું હશે?

મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર) માટે ફાઈનલી એક ગૂડ ન્યૂઝ છે. મુંબઈ નજીક સૌથી મોટું એરપોર્ટ આ મહિનાના અંતમાં ખૂલવામાં આવશે.
નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (NMIA)ના ઉદ્ઘાટન સાથે નવી ઉડાન માટે તૈયાર છે. એની સાથે સાથે ઈન્ડિગો, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઈન પહેલા દિવસથી નવી મુંબઈ એરપોર્ટ પરથી ફ્લાઈટ શરુ કરી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ: ડી.બી. પાટીલના નામ માટે ફરી આંદોલન!
ઉલ્વે અને પનવેલ નજીક નવી મુંબઈમાં વ્યૂહાત્મક રીતે સ્થિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) સાથે મળીને કામ કરવા સજ્જ છે.
તે દુબઈ (DXB-DWC), લંડન (હીથ્રો-ગેટવિક) અને ન્યૂ યોર્કના (JFK-નેવાર્ક જોડી જેવા ટ્વીન) એરપોર્ટ મોડેલ બનાવે છે. વર્ષોથી CSMIA મુંબઈને વિશ્વ સાથે જોડતું પ્રવેશદ્વાર રહ્યું છે. ક્ષમતા મર્યાદાઓ હોવા છતાં તે વાર્ષિક 50 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કરે છે.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે…
20 મિલિયન મુસાફરોને સંભાળવા માટે સજ્જ
નવા એરપોર્ટની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ અદભુત છે. ફેઝ 1 માં ટર્મિનલ 1 રજૂ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સેવાઓને આવરી લેતી વાર્ષિક 20 મિલિયન મુસાફરોને સંભાળવા બનાવવામાં આવેલી સુવિધા છે. કમળથી પ્રેરિત, ટર્મિનલમાં ભવ્ય છતનું માળખું, મજબૂત કુદરતી પ્રકાશ અને ટકાઉ બાંધકામ પદ્ધતિઓ અપનાવી છે.
એરપોર્ટની અંદર મુસાફરો ઓટોમેટેડ કિઓસ્ક અને બાયોમેટ્રિક ઓળખ, વિશ્વ-સ્તરીય બેગેસ સિસ્ટમ્સ, વિસ્તૃત વેઇટિંગ લાઉન્જ અને અદ્યતન સ્કેનિંગ સાથે સ્માર્ટ સુરક્ષા લાઇનો સાથે આગામી પેઢીના ચેક-ઇન ઝોનનો અનુભવ કરશે.

આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી…
આધુનિક એટીસી ટાવરનો પણ સમાવેશ થાય છે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ એક પેસેન્જર હબ કરતાં વધુ છે. તે કાર્ગો પાવરહાઉસ બનવા તૈયાર છે. વાર્ષિક 800,000 ટનની ક્ષમતા સાથે તે ડેબ્યૂ કરશે અને ભવિષ્યના વોલ્યુમ માટે સ્કેલેબિલિટી તૈયાર કરશે.
એરપોર્ટ ભારતનું સૌથી મોટું જનરલ એવિએશન ટર્મિનલ પણ હોસ્ટ કરશે, જેમાં આશરે 75 બિઝનેસ જેટ સ્ટેન્ડ, શેડ્યૂલ્ડ અને અનશેડ્યૂલ્ડ બંને કામગીરી માટે હેલિપોર્ટ રહેશે. ઉપરાંત અદ્યતન જાળવણી સુવિધાઓ અને અત્યાધુનિક એટીસી ટાવરનો સમાવેશ થાય છે, જે દરેક સ્તરે કાર્યક્ષમતા, સલામતી અને આગળના આયોજનને પ્રતિબિંબિત કરે છે.
નવી મુંબઈ કોરિડોરમાં રોજગાર, પર્યટનને પ્રોત્સાહન મળશે

2032 સુધીમાં એરપોર્ટની ક્ષમતા સીએસએમઆઈએ (CSMIA)ના ભાર સાથે મુંબઈને વાર્ષિક 160 મિલિયન પ્રવાસીને હેન્ડલ કરશે, જે વૈશ્વિક માપદંડોની સમકક્ષ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર ઉડ્ડયન ક્ષમતાને જ નહીં, પરંતુ નવી મુંબઈ કોરિડોરમાં રોજગાર સર્જન, પર્યટન, કોર્પોરેટ રોકાણ અને રિયલ એસ્ટેટ સેક્ટરની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.