‘મતપત્ર દ્વારા મતદાન કરાવો તો હું રાજીનામું આપવા તૈયાર’
નાના પટોલેએ ભાજપના નેતાનો પડકાર સ્વીકાર્યો
મુંબઈ: પાંચ વર્ષ સુધી પોતાના મતક્ષેત્ર સાથે સંબંધ ન રાખતા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ઇવીએમને દોષ આપી રહ્યા છે. ઇવીએમ કૅલ્ક્યુલેટર જેવું મશીન છે તેને હૅક કરી શકાય નહીં.
તેમને વિકાસ નથી જોઇતો, ફક્ત નાકામા બેસીને આક્ષેપો કરવા છે. તેઓ નિષ્ક્રિય થઇ ગયા છે અને કૉંગ્રેસમાં જ ઘણા તેમનાથી નારાજ છે. તેથી તેઓએ રાજીનામું આપી દેવું જોઇએ, એવો પડકાર ભાજપના નેતા પરિણય ફુકેએ ફેંક્યો હતો.
આપણ વાંચો: ચૂંટણીપંચ ખુલાસો કરે કે મતદાન પૂર્ણ થયા બાદ સાત ટકા મતદાન કેવી રીતે વધ્યું: નાના પટોલે
ભાજપના નેતાના પડકાર પર પટોલેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બૅલટ પેપર પર મતદાન થવાનું હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ભાજપના નેતાએ ચૂંટણી પંચ પાસેથી મતપત્રથી મતદાન કરાવવા માટેનો પત્ર લઇને આવવો. ૧૦૦ ટકા બૅલટ પેપર પર મતદાન કરાવવા અમે તૈયાર છીએ.
ગામેગામમાં બૅલટ પેપર પર મતદાનની ઝુંબેશ હાથ ધરો. ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં ભાગવત સપ્તાહ શરૂ છે જેમાં ઇવીએમ હટાવો, મતપત્ર દ્વારા મતદાન કરાવો અંગે હસ્તાક્ષર ઝુંબેશ હાથ ધરો. આ કોઇ રાજકીય ઝુંબેશ નથી, એમ પટોલેએ વધુમાં જણાવ્યું હતું.