મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાઓનું ‘લૂંગી-બનિયાન’ પહેરીને પ્રદર્શન! આ મામલે સરકારને ઘેરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાઓનું ‘લૂંગી-બનિયાન’ પહેરીને પ્રદર્શન! આ મામલે સરકારને ઘેરી

મુંબઈ: આકાશવાણી વિધાનસભ્ય હોસ્ટેલની કેન્ટીનમાં ખરાબ ગુણવત્તાના ખોરાક મામલે શિવસેના(શિંદે જૂથ)ના વિધાનસભ્ય સંજય ગાયકવાડે એક કર્મચારીને માર (Sanjay Gaikwad Slapped canteen employee) માર્યો હતો. આ મામલે મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયેલું હતું એવામાં પ્રધાન સંજય શિરસાટનો રોકડા સાથેનો વિડીયો વયાર થયો. આ બંને મામલે સરકારની નિષ્ક્રિયતાની નિંદા કરવા માટે વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ના નેતાઓએ આજે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર ‘લુંગી-બનિયાન’ પહેરીને વિરોધ પ્રદર્શન (Lungi-Baniyan Protest) કર્યું હતું.

નેતાઓના આ અનોખા વિરોધનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) MLC અંબાદાસ દાનવે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(SP) નેતા જિતેન્દ્ર આવ્હાડ પણ જોવા મળે છે. નેતાઓ તેમના સામાન્ય પોશાક ઉપર ‘બનિયાન’ અને ‘લુંગી’ પહેરીને નારેબાજી કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સરકારને ‘ગુડ રાજ’ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ જાહેર સુરક્ષા બિલ મંજૂર, મુખ્ય પ્રધાને ખાતરી આપી કે દુરુપયોગ નહીં થાય

રાજ્ય વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, “MLA કેન્ટીનમાં સંજય ગાયકવાડ દ્વારા કરવામાં આવેલા હુમલાથી સ્પષ્ટ થાય છે કે સરકાર પણ આવા તત્વોને સમર્થન આપી રહી છે.”

આવું પ્રદર્શન શા માટે?

સંજય ગાયકવાડે કેન્ટીનમાંથી ડીનર મંગાવ્યું હતું. તેમના રૂમમાં પહોંચાડવામાં આવેલા ભોજનમાં દાળ અને ભાત વાસી હોવાનું લાગતા તેઓ ગુસ્સે ભરાયા હતાં. તેમને કેન્ટીનમાં જઈને ત્યાં હાજર કર્મચારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી અને તેને ધમકાવ્યો હતો. ત્યાર બાદ સંજય ગાયકવાડે કેન્ટીનના કર્મચારીને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. ઘટના સમયના વિડીયોમાં સંજય ગાયકવાડ લુંગી અને બનિયાન પહેરેલા જોવા મળે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાએ સીજેઆઈ ગવઈનું ટોચના પદ પર નિયુક્તિ બદલ સન્માન કર્યું

આ ઉપરાંત શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન સંજય શિરસાટનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં જોવા મળે છે કે શિરસાટ એક રૂમમાં રોકડા પૈસા ભરેલા બેગમાં પાસે બેઠા છે અને ફોન પર વાત કરી રહ્યા છે. મામલે દેવેન્દ્ર સરકારને જવાબ આપો મુશ્કેલ પડી રહ્યો છે. આ વિડીયોમાં શિરસાટનો બનિયાન પહેરેલા જોવા મળે છે.

આ બંને ઘટનાઓમાં કાર્યવાહીની માંગ સાથે આજે વિપક્ષના નેતાઓ લુંગી અને બનિયાન પહેરીને વિધાનસભા પરિસરમાં સાંકેતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button