થાણેમાં ફ્લેટમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
થાણે: થાણેમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી શુક્રવારે સવારે 65 વર્ષની વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
કાસારવડવલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર મનીષ પોટેએ જણાવ્યું હતું કે થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી વિસ્તારમાં હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ પડોશીઓએ કરી હતી, જેને પગલે પોલીસને તેની જાણ કરાઇ હતી.
આપણ વાંચો: દાહોદમાં સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, વાલીઓમાં ફફડાટ
દરમિયાન ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે ફ્લેટનો દરવાજો ખોલતાં અંદર વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું બે દિવસ અગાઉ મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.
પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું કે સવારે 10 વાગ્યે મૃતદેહ મળ્યો હોવાની સ્થાનિક પોલીસે ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તથા અગ્નિશમન દળના જવાનો ત્યાં દોડી આવ્યા હતા.
મૃતકની ઓળખ સાવિત્રીબાઇ કાનોડિયા (65) તરીકે થઇ હતી, જે ફ્લેટમાં એકલી રહેતી હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરી વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)