આમચી મુંબઈ

બિલાડીની વધતી સંખ્યા પર નિયંત્રણ લાવવા પાલિકાનું સર્વેક્ષણ…

મુંબઈ: મુંબઈમાં રખડતા શ્ર્વાનની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો ચોંકાવનારી માહિતી મુંબઈ મહાનગરપાલિકાના અહેવાલમાં તાજેતરમાં પ્રકાશમાં આવી છે ત્યારે શહેરના અમુક વિસ્તારોમાં બિલાડીની સંખ્યા વધી રહી હોવાનું જણાઈ આવ્યું છે. ગયા વર્ષે પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં પાલિકાના ૧૦ વોર્ડમાં ૩૨૫ રખડતી બિલાડીઓ મળી આવી હતી.

રખડતા શ્ર્વાનની સાથે જ બિલાડીની સંખ્યા અને તેનો ઉપદ્રવ વધતો હોવાથી લોકોને ત્રાસ થઈ રહ્યો છે. તેથી પાલિકાએ રખડતા શ્ર્વાનની સાથે જ બિલાડીનો પણ સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ ૨૦૨૪માં પાલિકાના ૨૪ વોર્ડમાંથી ૧૦ વોર્ડમાં પ્રાયોગિક સ્તરે સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં અમુક કિલોમીટરના અંતર પર સર્વેક્ષણમાં ૩૨૫ રખડતી બિલાડીઓ નોંધાઈ હતી, જેમા સૅન્ડહર્સ્ટ રોડ, મસ્જિદ બંદર, મલાડ, પ્રભાદેવી અને મહાલક્ષ્મી વિસ્તારમાં સૌથી વધુ રખડતી બિલાડીઓ મળી આવી હતી.

આ પણ વાંચો: ક્લીન-અપ માર્શલ દેખાયા તો એફઆઈઆર…

બિલાડીની સંખ્યા પર પણ નિયંત્રણ આવે તે માટે પાલિકાએ વંધ્યીકરણ ઝુંબેશ ૨૦૧૯થી હાથમાં લીધી છે. ઑગસ્ટ ૨૦૧૯થી અત્યાર સુધી સાડા છ હજાર કરતા વધુ બિલાડીઓના વંધીકરણ થયું છે, જેમાં પાળેલી બિલાડીની સંખ્યા વધુ હોવાનો અંદાજ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button