મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: 18 નંબરનું પ્લેટફોર્મ 80 દિવસ માટે બંધ!

મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પૈકીના એક, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતેના પ્લેટફોર્મને લગભગ બે મહિના માટે કરવામાં આવશે, જેનો અમલ પહેલી ઓક્ટોબરથી 19 ડિસેમ્બર એટલે (80 દિવસ માટે) સુધી રહેશે. આ કામગીરી રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા ચલાવવામાં આવી રહેલા ₹ 2,450 કરોડના CSMT પુનર્વિકાસ પ્રોજેક્ટનો એક ભાગ છે. ખાસ કરીને આટલા દિવસ ખાસ પાવર અને ટ્રાફિક બ્લોક રહેશે, જેથી અમુક ટ્રેન (12112 અને 11002) દાદરથી શોર્ટ ટર્મિનેટ થશે.
ખાસ થાય છે પ્રીમિયમ ટ્રેનનું સંચાલન
પ્લેટફોર્મ 18, સ્ટેશન પરનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તે રાજધાની, વંદે ભારત અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોનું સંચાલન કરે છે, અને ભારે સામાન સાથે આવતા મુસાફરોને પી ડી’મેલો રોડ અને ઇસ્ટર્ન ફ્રીવે દ્વારા સૌથી અનુકૂળ પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ પૂરો પાડે છે.
બ્લોકમાં મહત્વની કામગીરી પાર પડાશે
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લોક વખતે પ્લેટફોર્મ પર એલિવેટેડ પેસેન્જર ડેક માટે પાઇલિંગ અને ફાઉન્ડેશનનું કામ શરૂ થશે. એકવાર પૂર્ણ થયા પછી વિશાળ ડેકને બધા પ્લેટફોર્મ પર વિસ્તારવામાં આવશે , જેનાથી ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ એરિયા, ફૂડ સ્ટોલ અને શોપિંગની જગ્યામાં લોકોની ભીડ ઓછી થશે.
બંધ કરવાનું અત્યંત જરૂરી
આ કાર્ય આઉટસ્ટેશન પ્લેટફોર્મ પર એલિવેટેડ ડેક બનાવવા માટે મહત્વપૂર્ણ છે. લોકોની અવરજવર અને સામગ્રીની લેવા અથવા રવાના કરવા માટે ઉપયોગી સાબિત થશે. આ કામકાજ પ્લેટફોર્મ 18 પરથી થશે, જેના કારણે એ સંપૂર્ણ બંધ કરવું જરૂરી છે, મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
કામ વખતે ટ્રેનોને અન્ય પ્લેટફૉર્મ પર લઈ જવાશે
સામાન્ય રીતે પ્લેટફોર્મ 18 દ્વારા સંચાલિત લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર વાળવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનો માટે સફાઈ, જાળવણી, સલામતી તપાસ અને પાણી ભરવા, સામાન્ય રીતે 90-120 મિનિટનો સમય લાગે છે, તેથી સમય સાચવવાનું દબાણ હોવા છતાં “સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રોજ 40થી વધુ ટ્રેનનું થાય છે સંચાલન
પ્લેટફોર્મ 18 એ પ્લેટફોર્મ (11-18) નો એક ભાગ છે જે સામૂહિક રીતે દરરોજ 40-45 લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન કરે છે. આમાંથી, લાંબા અંતરની 6-8 ટ્રેનો ફક્ત પ્લેટફોર્મ 18 પરથી દરરોજ આવે છે અને ઉપડે છે.
આ પણ વાંચો…સુધરાઈની આરોગ્ય સેવાનું ઓનલાઈન પોર્ટલ, ડેશબોર્ડ અને ચેટબૉટ બનશે