આમચી મુંબઈ

મુંબઈગરા આજે પણ સંભાળજો: હીટ વેવની ચેતવણી

સવારે 11થી સાંજે ચાર વાગ્યા સુધી બહાર જવાનું ટાળવું

ગરમીમાં ઠંડક…

હજી પણ ઘણા લોકો ગરમીમાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાના બદલે માટીના માટલાનું ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે ત્યારે આ માટલા વેચવાવાળો ગરમી સહન કરીને પણ લોકોને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની અને દેશના આર્થિક પાટનગર મુંબઈમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી, તે મુજબ સોમવારે ભારે ગરમી અને ઉકળાટ રહ્યા બાદ મંગળવારે પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે.

મુંબઈ, થાણે, રાયગઢ જિલ્લામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ભારતીય હવામાન ખાતાએ હીટવેવની ચેતવણી આપી હતી. તે મુજબ સોમવારે ભારે ગરમ અને ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું હતું. હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ ત્રણ જિલ્લામાં મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રીની આસપાસ જઈ શકે છે.

મુંબઈ, થાણે, સહિત કિનારપટ્ટીને ભાગમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈ શહેર અને ઉપનગરમાં તાપમાનમાં વધારો થયેલો સોમવારે જણાયો હતો. હવામાન ખાતાએ સોમવાર બાદ મંગળવાર માટે પણ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. મુંબઈ, રાયગઢ અને થાણે માટે હીટવેવની ચેતવણી વચ્ચે સરેરાશ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધવાની શકયતા હવામાન ખાતાએ વ્યકત કરી છે.

મુંબઈમાં સોમવારે મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો હતો. દિવસ દરમિયામ કોલાબામાં મહત્તમત તાપમાન 34.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. તો નવી મુંબઈના રબાલેમાં 41 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સૌથી હાઈએસ્ટ તાપમાન હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે ચાલુ મોસમમાં અત્યાર સુધી મુંબઈમાં હાઈએસ્ટ મહત્તમ તાપમાન 21 માર્ચ, 2024ના 38.8 ડિગ્રી નોંધાયું હતું. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન માલેગાંવમાં 42.6 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

મુંબઈમાં અચાનક ગરમીમાં થયેલા વધારા બાબતે હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પૂર્વ દિશામાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, તેથી તાપમાનમાં વધારો જણાઈ રહ્યો છે. તો દરિયા પરથી ફૂંકાઈ રહેલા પવનો પણ બપોરના 12 વાગ્યા બાદ જમીન પર આવતા હોય છે, તેને કારણે પણ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. જો દરિયા પરથી ફૂંકાતા પવનો વહેલા જમીન પર આવે તો તે ઠંડા રહેતા હોય છે.
ગરમીનું મોજું ફરી વળવાને કારણે વાતાવરણ સુકુ થવાની સાથે વધતી ગરમીને કારણે નાગરિકોને ભરપૂર પાણી પીવાની આવશ્યકતા છે. એ સિવાય સવારના 11 વાગ્યાથી બપોરના ચાર વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવાનું પણ કહેવામાં આવ્યું છે. ઘરની બહાર નીકળો તો માથુ ઢાંકીને, આંખના સંરક્ષણ માટે ગૉગલ વાપરવાની સલાહ પણ નિષ્ણાતોએ આપી છે. હવામાન ખાતા દ્વારા એપ્રિમ મહિનાના બીજી અઠવાડિયાથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશમાં અમુક સ્થળે કમોસમી વરસાદ તો અમુક જગ્યાએ હીટ વેવની અસર જોવા મળી રહી છે. એક તરફ રાજ્યના અમુક જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
રાજ્યમાં અમુક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી પણ હવામાન ખાતાએ કરીને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં વિદર્ભ, મરાઠવાડામાં સળંગ પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે અમુક જિલ્લા માટે હવામાન ખાતાએ યલો ઍલર્ટ પણ જાહેર કર્યું છે.

વિદર્ભના અમુક જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે. 16 અને 17 એપ્રિલના ઉસ્મનાબાદ, સોલાપૂર, સાંગલી જિલ્લાામં વરસાદ માટે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.


103 `આલા દવાખાા’મા અસી, કૂલરી સુવિધા
મહારા સહિત દશા 11 રાયામા ગરમીા ારા ઊંચા જવાી ચતવણી હવામા વિભાગ આી છ. આ માટ મુબઈ યુસિિલ કાારશ તી તમામ હાટિલામા બ બડવાળા કાડ મ બાયા છ.
મુબઈ મહાગરાલિકાઅ મડિકલ કાલઝ઼ ઉરાત 14 હાટિલામા હીટ ટાકા દર્દીઆ માટ બ બડ કાડ મ શ કયા છ અ શિક્ષિત ટાફી ણ મિણૂક કરવામા આવી છ.

ઉરાત, મુબઈ મહાગરાલિકાઅ 250 હાટિલામાી 103 હિંદુસમાટ બાળાસાહબ ઠાકર હાટિલમા અસી સુવિધા ૂરી ાડવામા આવી છ. “દર્દીઆ ઠડુ વાતાવરણ ૂ ાડવા માટ, અમારી હાટિલમા અર કડીશીંગ સિટમ અ કુલર સ કરવામા આયા છ. તમ હાટિલા મડિકલ આફિસરા અ ટાફ હીટ ટાકા યિણ અ વાિરણ માટ તાલીમ આવામા આવી છ.

રાયમા દર્દીઆી સયા 77 ર હાચી
રાયમા છલા ાડા દિવસી તામાા ારા ઊંચ ચડા છ. આ કારણ રાયમા હીટટાકી અસર 77 જણ ઇ છ. અમા ણ 8ી 12 અલિ દરમિયા તા દર્દીઆી સયામા 36ા વધારા યા છ.
રામયમા આગામી ાડા દિવસમા ારા ઊંચ ચડ અવી શયતા હવામા વિભાગ વતાવી છ. રાયમા અમુક જિલામા તામા 40 ડિગીી ણ વધુ ઇ ગયુ છ. આ કારણ ડાટરાઅ ધામ તડકામા બહાર ીકળવાી સલાહ આી છ. ઝ઼ક હલી માચી 12મી અલિ સુધી રાયમા હીટટાક કારણ 77 જણ બીમાર ડા હાવાી ાધ ઇ છ. ગત વષ આ જ સમયગાળામા 373 જણ હીટટાકી અસર ઇ હતી. દરમિયા રાયમા 8ી 12 અલિ દરમિયા હીટટાકી અસર 36 જણ ઇ છ અ ત સાી વધાર છ. હીટટાકા દર્દી કી 89 ટકા દર્દી આ ચાર દિવસમા ઝ઼વા મયા હતા.
રાયમા ડી રહલી લૂી અસર સાી વધાર બુલઢાણામા ઝ઼વા મળી હતી. બુલઢાણામા સાી વધુ 12 જણ આી અસર ઇ હતી. યાર બાદ સિંધુદુગમા 9, વધામા 8, ાશિકમા 6 અ કાહુારમા ાચ જણ હીટટાકી ચટમા આયા હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…