મુંબઈના આ વિસ્તારોમાં પાણીપુરવઠાને થઈ અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પિસેમાં આવેલા વોટર પમ્પિંગ સ્ટેશનના મશીન મંગળવાર, ૧૯ જૂનના બપોરના અચાનક બગડી જતા ૨૦ પમ્પિંગ પંપમાંથી ૧૩ પંપ બંધ પડી ગયા હતા, તેને કારણે મુંબઈ પૂર્વ ઉપનગર સહિત દક્ષિણ મુંબઈના પાણીપુરવઠાને અસર થઈ છે. પાણીપુરવઠો પૂર્વવત્ થવામાં સમય લાગવાનો હોવાથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની પાલિકાએ વિનંતી કરી હતી.
આ પણ વાંચો : Delhi Water Crisis: દિલ્હીના VIP વિસ્તારોમાં પણ હવે એક જ સમયે પાણી મળશે, ભાજપ-આપ આમનેસામને
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પિસેના પમ્પિંગ સ્ટેશનમાં મંગળવારે બપોરના ૨.૫૦ વાગે મશીન બગડી ગયા હતા. તેને કારણે ૨૦ પંપમાંથી ૧૩ પંપ બધ પડી ગયા હતા.
યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તબક્કવાર પંપ ચાલુ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સમારકામ પૂરું થાય નહીં ત્યાં સુધી પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે. દક્ષિણ મુંબઈ સહિત પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પણ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.