ટોપ ન્યૂઝનેશનલ

Delhi Water Crisis: દિલ્હીના VIP વિસ્તારોમાં પણ હવે એક જ સમયે પાણી મળશે, ભાજપ-આપ આમનેસામને

નવી દિલ્હી: કાળઝાળ ગરમી અને જળ સંકટને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi Water Crisis)માં વસતા લોકો પરેશાન થઇ ગયા છે. ચોમાસાની રાહ જોવાઈ રહી છે, એ પહેલા વધતી ગરમીને કારણે દિલ્હીમાં પાણીનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે. જળ સંકટને કારણે દિલ્હી સરકારે પાણીના પુરવઠામાં વધુ એક મોટો કાપ મૂક્યો છે, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(NDMC)એ VIP વિસ્તારો માટે એડવાઈઝરી બહાર પાડી છે.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીના ટેન્કરો સપ્લાય કરવામાં આવતા હતા, જેની સંખ્યા હવે ઘટાડીને અડધી કરવામાં આવી છે. તેનું કારણ ટેન્કરોની અછત હોવાનું કહેવાય છે. NDMCએ પાણીના પુરવઠાને બાબતે જાહેર કરેલી એડવાઈઝરી મુજબ દિલ્હીના VIP વિસ્તારોમાં પણ માત્ર એક જ વાર પાણી મળશે.

મળતી માહિતી મુજબ, વોટર બોર્ડ પૂરેપૂરું પાણી નથી મળી રહ્યું. દિલ્હીને દરરોજ 916 MGD પાણી મળી રહ્યું છે, દિલ્હીને દરરોજ અંદાજે 1000 MGD પાણીની જરૂર છે. તેમજ VVIP વિસ્તારોમાં પાણીની અછત છે, અહીં પણ પાણી માત્ર એક જ વાર આવે છે.

NDMCએ કહ્યું છે કે લ્યુટિયન્સ દિલ્હીમાં પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવશે. દરમિયાન, પાણીના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલુ છે.

દિલ્હીના જળ પ્રધાન આતિશીએ સોમવારે વજીરાબાદ બેરેજની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે હરિયાણાથી ઓછું પાણી આવવાને કારણે વજીરાબાદમાં પાણીનું સ્તર 6.20 ફૂટ ઘટી ગયું છે. આતિશીએ કહ્યું કે યમુના નદીનું પાણી હરિયાણાથી વજીરાબાદ જળાશયમાં આવે છે જ્યાંથી તે વજીરાબાદ, ચંદ્રવાલ અને ઓખલાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સપ્લાય કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે જો પાણી જ નહીં મળે તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવી રીતે કામ કરશે? દિલ્હીના લોકો ચિંતિત છે, તેથી અમે હરિયાણાને અપીલ કરીએ છીએ કે તેઓ યમુના નદીમાં પાણી છોડે કારણ કે જ્યાં સુધી તેઓ યમુનામાં પાણી છોડે નહીં ત્યાં સુધી દિલ્હીમાં પાણીની સતત તંગી રહેશે.

દરમિયાન, હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ સોમવારે દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર રાષ્ટ્રીય રાજધાનીમાં પાણીની અછતના મુદ્દા પર રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. સૈનીએ કહ્યું કે હરિયાણા દિલ્હીના લોકોનું ધ્યાન રાખે છે. AAPએ અંદરની તરફ જોવું જોઈએ.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker