મુંબઈના આ વિસ્તારોમાં આવતા બુધવારે રહેશે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણે અને ભિવંડી-નિઝામપૂર પાલિકાને પાણીપુરવઠો કરનારા પાંજરાપૂર પંપિંગ સ્ટેશનમાં આવતા અઠવાડિયે ટેક્નિકલ કામ કરવામાં આવવાનું હોવાથી આવતા અઠવાડિયામાં બુધવારે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ રહેશે.
મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ પાંજરાપૂરના પંપિંગ સ્ટેશનમાં ફેઝ-વનમાં નવું એન્ટી સર્જ વેસલ ચાલુ કરવાનું કામ હાથમાં લેવામાં આવવાનું છે.
આપણ વાંચો: મુંબઈગરાને વિશેષ સવલત:ફક્ત ૨૨ ટકા પાણી હોવા છતાં પાણીકાપ નહીં…
આ કામ બુધવાર ૨૮ મે, ૨૦૨૫ સવારા ૯.૪૫ વાગ્યાથી રાતના ૧૦.૪૫ વાગ્યા સુધી કુલ ૧૩ કલાક માટે કરવામાં આવવાનું છે. તેથી મુંબઈ શહેર અને પૂર્વ ઉપનગરના મોટાભાગના વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થશે. આ ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ રહેશે.
મુંબઈ દ્વારા પાંજરાપૂરમાંથી થાણે મહાનગરપાલિકા અને ભિવંડી-નિઝામપૂર મહાનગરપાલિકાને પણ પાણીપુરવઠો કરવામાં આવે છે. તેથી મુંબઈની સાથે આ બંને શહેરમાં પણ ૧૩ કલાક માટે બુધવારના ૧૫ ટકા પાણીકાપ રહેશે.