લોકલ ટ્રેન વિસ્ફોટો પછી રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવા માટે શું પગલાં લીધાં?

મુંબઈઃ અગિયારમી જુલાઈ 2006માં થયેલા શ્રેણીબદ્ધ ટ્રેન વિસ્ફોટો અને ત્યાર બાદના અન્ય જોખમો પછી મુંબઈમાં ઉપનગરીય રેલવેએ સુરક્ષા સંબંધમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. પ્રવાસીઓ અને રેલવેની સુરક્ષત્રા કરતી RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ), GRP (ગવર્મેન્ટ રેલવે પોલીસ), ગુપ્તચર એજન્સી અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને તેની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર કર્યા છે.
મહિલા કોચમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ઉપનગરીય સ્ટેશનો પર હવે 3,048 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. કુલ 451 મહિલા કોચમાંથી, 146 ઉપનગરીય લોકલ ટ્રેનમાં 305 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેશન હાઇ-ડેફિનેશન આઇપી-આધારિત સીસીટીવીથી સજ્જ છે, જેમાં સ્ટેશન કંટ્રોલ રૂમ સાથે સંકલિત રિઅલ-ટાઇમ વીડિયો ફીડ્સ છે, જેનું નિરીક્ષણ પ્રશિક્ષિત આરપીએફ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ
બેગેજ સ્કેનિંગ અને સ્ક્રીનીંગ માટે મુંબઈ ડિવિઝનના પસંદગીના સંવેદનશીલ સ્ટેશનો પર એક્સ-રે બેગેજ સ્કેનર્સ બેસાડવામાં આવ્યા છે, પ્રવેશ દ્વાર પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) અને હેન્ડ-હેલ્ડ મેટલ ડિટેક્ટર (HHMD)નો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં WR પર મહત્વપૂર્ણ ઉપનગરીય સ્ટેશનો પર 217 HHMD અને 16 DFMDની જોગવાઈ છે.
મુખ્ય સ્ટેશન માટે ક્યુઆરટીની રચના કરવામાં આવી
પશ્ચિમ રેલવેએ મુખ્ય સ્ટેશનો પર ક્વિક રિએક્શન ટીમો (QRTs)ની રચના કરી, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તૈનાત કર્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં RPF અને GRPનું સંયુક્ત પેટ્રોલિંગ વધાર્યું, રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે ગુપ્તચર સંકલન વધાર્યું, પીક અવર્સ દરમ્યાન તોડફોડ વિરોધી તપાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઉચ્ચ જોખમ ધરાવતા સ્ટેશનો અને ટ્રેનો પર રેન્ડમ સામાનની તપાસ શરુ કરી.
સેન્ટ્રલ રેલવેમાં 771 મહિલા કોચમાં ટોકબેક-સીસીટીવી
સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવેમાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કુલ 771 મહિલા કોચમાં ટોકબેક સુવિધા સાથે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…મુંબઈ બ્લાસ્ટ કેસ: પૂર્વ કમિશનર એ.એન. રોયે હાઈ કોર્ટના નિર્ણય પર શું કહ્યું?