આમચી મુંબઈ

આઈસ્ક્રીમમાં આંગળીનું રહસ્ય હજુ અકબંધ

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ડોક્ટર દ્વારા ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમની અંદર માનવ આંગળીનો ટુકડો મળી આવ્યો હતો. આ જોઈને ડોક્ટર ડરી ગયા હતા અને તેમણે મલાડ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈસ્ક્રીમ બ્રાન્ડ યુમ્મો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રવિ અધાનેએ જણાવ્યું હતું કે અમે આ મામલે સમગ્ર પગેરું તપાસી રહ્યા છીએ. અમને હવે એવી પણ લીડ મળી છે કે આ આઇસક્રીમ પૂણેની ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો હતો. આઈસ્ક્રીમ પુણેની ફેક્ટરીમાંથી ક્યાં ગયો અને તે મુંબઈમાં કેવી રીતે પહોંચ્યો. અમે આ મામલે ડિલિવરી બોય સહિત ઘણા લોકોના નિવેદન લીધા છે. . આ કેસમાં અત્યાર સુધીમાં 5થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ માહિતી મેળવવામાં વ્યસ્ત છે કે આઈસ્ક્રીમમાં માનવ આંગળી ક્યાંથી આવી?

Read more: Monsoon 2024: હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદને લઇને કરી આ આગાહી

જોકે, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આઈસ્ક્રીમ રેપર પર મેન્યુફેક્ચરિંગ ડેટ 11 મે, 2024 લખેલી હતી અને એક્સપાયરી ડેટ 10 મે, 2025 છે. આ પ્રોડક્ટનું ઉત્પાદન ગાઝિયાબાદમાં લક્ષ્મી આઈસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, ટ્રોનિકા સિટીમાં આવેલી લક્ષ્મી આઈસ્ક્રીમ ફેક્ટરીના મેનેજર સંજય શર્માએ જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમ તેમની ફેક્ટરીમાં બનતો નથી.

ઓનલાઈન એપ ઝેપ્ટો પરથી 3 યમ્મો મેંગો આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો, પણ તેને 2 યમ્મો મેંગો આઈસ્ક્રીમ અને 1 યમ્મો બટરસ્કોચ આઈસ્ક્રીમ ડિલિવરી મળી હતી. આઈસ્ક્રીમ ખાતી વખતે ફરિયાદીના મોઢામાં મોટો ટૂકડો આવતા તેણે તેને મોઢામાંથી બહાર કાઢીને જોયું તો તે કોઇની આંગળીનો ટૂકડો હતો. આ જોઇને ઉબકા આવી ગયા હતા. તેણેતુરંત પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Read more: T20 World Cup: ‘સેહવાગ કોણ?’ એવું બોલીને શાકિબને વીરુદાદાનું મંતવ્ય ઠીક લાગ્યું

હાલમાં તો ઓનલાઇન આઇસક્રીમ ઑર્ડર કરનાર ડૉક્ટરની હાલત ખરાબ છે. તેને વારંવાર એ જ વિચાર આવી રહ્યો છે કે માનવીના અંગનો ટૂકડો તેના મોઢમાં કેમ નાખ્યો. વ્યવસાયે ડૉક્ટર હોવાથી તે પોતાનો બ્લડ ટેસ્ટ કરાવવાનો પણ વિચારી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?