નેશનલ

Monsoon 2024: હવામાન વિભાગે અનેક રાજ્યોમાં વરસાદને લઇને કરી આ આગાહી

નવી દિલ્હી : હવામાન વિભાગે(IMD)14 જૂને જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉત્તરપૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ ચાલુ છે. તે ઉત્તર-પશ્ચિમ બિહારથી નાગાલેન્ડ તરફ જવાની શક્યતા છે. જેના કારણે બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની (Monsoon 2024) શક્યતા છે.

સિક્કિમમાં 14મીએ ભારે વરસાદની સંભાવના

તેમજ આગામી 7 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.IMDએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14મીએ ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં 18 જૂને અને મેઘાલયમાં 15-18 જૂન દરમિયાન ભારે વરસાદ પડશે.

દક્ષિણ- પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધશે

ચોમાસાની ઉત્તરીય સીમા નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી શક્યતા છે.

IMDએ કહ્યું છે કે મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં વાવાઝોડા સાથે હળવા વરસાદની સંભાવના છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker