આમચી મુંબઈ

ડ્યૂટી પૂરી કરીને ઘરે પરત ફરતો પોલીસ જવાન ટ્રેન અકસ્માતનો બન્યો ભોગ, પરિવાર પર આભ તૂટી પડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મુંબઈની લાફઈલાઈન કહેવાતી લોકલ ટ્રેને નવા વર્ષના પહેલા દિવસે મુંબઈ પોલીસના જવાનનો ભોગ લીધો હતો. લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીએ સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડ્યો હતો, જ્યાં પ્લેટફોર્મ પર પડ્યા પછી તેનું મૃત્યુ થયું હતું. ટ્રેન અકસ્માતમાં પોલીસના જવાનનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ બનાવ 31મી ડિસેમ્બરના રાતના બન્યો હતો, જ્યારે મૃતકની ઓળખ દેવીદાસ સાસ્તે તરીકે કરવામાં આવી છે, જે સહાર ટ્રાફિક ડિવિઝનમાં તહેનાત હતો. પોલીસના જણાવ્યાનુસાર સાસ્તેને હાર્ટ એટેકથી પીડિત હતો.

આપણ વાચો: મુમ્બ્રા ટ્રેન અકસ્માત કેસ: એન્જિનિયરની જામીન અરજીની સુનાવણીમાં દલીલો પૂર્ણ, આવતીકાલે વધુ સુનાવણી

સાતમી ઓગસ્ટથી 25 નવેમ્બર સુધી મેડિકલ લીવ પર હતો, ત્યાર બાદ કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. હેલ્થમાં સુધારો થયા પછી કામ પર પરત પણ ફર્યો હતો.

બુધવારે રાતના પોતાની ડ્યૂટી પૂરી કર્યા પછી કોન્સ્ટેબલ સાસ્તે ટ્રેનથી થાણેથી કલ્યાણ સ્થિત પોતાને ઘરે જઈ રહ્યો હતો, જ્યાં ટ્રેન પર ઊભો રહ્યો હતો, જ્યાં ટ્રેન મુલુંડ પહોંચી ત્યારે સંતુલન ગુમાવ્યું હતું, જ્યાં પ્લેટફોર્મ પર પડ્યો હતો.

મુલુંડ રેલવે સ્ટેશને હાજર પોલીસે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અગાઉ ગયા વર્ષે પહેલી જૂનના મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ખાતે પણ એક અકસ્માત સર્જાયો હતો, જ્યાં ઊંધી દિશામાં લોકલ ટ્રેનમાંથી ઉતરતી વખતે લોખંડની રેલિંગમાં ગરદન ફસાઈ જવાને કારણે 27 વર્ષના યુવકનું મોત થયું હતું. રેલવે પોલીસે કહ્યું હતું કે લોકલ ટ્રેનમાં ઉતરવાની કોશિશમાં યુવક વિચિત્ર અકસ્માતનો ભોગ બન્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button