આમચી મુંબઈ

કારના કાચ તોડી લૅપટોપ ચોરનારી ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પાર્ક કરાયેલી કારના કાચ તોડી લૅપટોપ ચોર્યા બાદ તેને તમિળનાડુમાં વેચનારી ટોળકીને પોલીસે પકડી પાડી હતી.
અંબોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મહેશ ઉર્ફે ગૌતમ વ્યંકટેશ નાયડુ (22), જય કુમાર વિલસાની (24) સદા વિરામમની નાયડુ (36) તરીકે થઈ હતી. તેમની પાસેથી ચોરીની મતા અને ગુનામાં વપરાયેલી બાઈક જપ્ત કરવામાં આવી હતી.

અંધેરી પશ્ર્ચિમમાં ન્યૂ લિંક રોડ પર પાર્ક કારમાંથી 29 જાન્યુઆરીની સાંજે ચોરી થઈ હતી. કારનો વિંડો કાચ તોડી લૅપટોપ, આઈફોનનુ ચાર્જર, લૅપટોપ ચાર્જર અને બૅગ ચોરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

આપણ વાચો: બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ

આ પ્રકરણે અંબોલી પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ તેમ જ આરોપીના આવવા-જવાના માર્ગ પરના 70થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે પોલીસે આરોપીને ભિવંડીના નારપોલી વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં મુંબઈમાં નોંધાયેલા આઠ, નવી મુંબઈમાં ચાર અને મીરા-ભાંયદરમાં નોંધાયેલા 6 ગુના મળી 18 ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આ ટોળકી કારમાંનાં લૅપટોપ ચોરીને તેમના સાથીની મદદથી તમિળનાડુમાં વેચતી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button