સુપરમાર્કેટમાં બે મહિલાએ ચોરીને ઇરાદે કપડાં પર કપડાં પહેર્યાં અને એમાં વસ્તુઓ સંતાડી! | મુંબઈ સમાચાર

સુપરમાર્કેટમાં બે મહિલાએ ચોરીને ઇરાદે કપડાં પર કપડાં પહેર્યાં અને એમાં વસ્તુઓ સંતાડી!

મુંબઈ: મુલુંડમાં બે મહિલા ચોરીને ઇરાદે કપડાં પર અનેક કપડાં પહેર્યાં પછી એમાં વસ્તુઓ સંતાડી સુપરમાર્કેટમાંથી રફુચક્કર થવાના પ્રયાસમાં હતી ત્યારે ઝડપાઈ ગઈ હતી.

મુલુંડ પોલીસે ધરપકડ કરેલી બન્ને મહિલાની ઓળખ કોમલ વિશ્ર્વકર્મા (30) અને સુમન વિશ્ર્વકર્મા (26) તરીકે થઈ હતી. બન્ને મહિલા મુલુંડ પૂર્વમાં 90 ફૂટ રોડ પરની એસઆરએ બિલ્ડિંગમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

આપણ વાંચો: વૉશરૂમમાં ચોરીછૂપે મહિલાઓનો વીડિયો ઉતારનારો શિક્ષક પકડાયો

આ પ્રકરણે સુપરમાર્કેટના સ્ટોર મૅનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે બન્ને મહિલા ખરીદીને બહાને ગુરુવારની રાતે સુપરમાર્કેટમાં આવી હતી. જોકે કોઈ પણ વસ્તુ ખરીદ્યા વિના બન્ને પાછી જઈ રહી હતી ત્યારે તેમના પર શંકા ગઈ હતી. મહિલાઓએ પહેરેલાં કપડાં જોતાં તે નવાં હોવાનું જણાયું હતું.

સુપરમાર્કેટ બહાર જતી રોકવામાં આવેલી બન્ને મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાઓએ કપડાં પર કપડાં પહેર્યાં હોવાનું સ્પષ્ટ થયું હતું. મહિલા સ્ટાફે બન્નેને ચેન્જિંગ રૂમમાં જઈને કથિત રીતે ચોરેલાં કપડાં ઉતારી આપવાની સૂચના આપી હતી.

આપણ વાંચો: ભાવનગરના પાળિયાદમાં એસ.ટી બસમાં મહિલા પાસે 4.28 લાખના ઘરેણાંની ચોરી

ફરિયાદ અનુસાર મહિલાએ વિવિધ રંગની ચાર કોટન ટ્રાઉઝર પૅન્ટ, જેન્ટ્સનું એક ટી-શર્ટ, બે શર્ટ, બે લેડીઝ કુરતાં, એક મૅન જૅકેટ, એક શૉટ, એક લેડીઝ ફ્રેગ, ત્રણ ટૉપ, એક લેડીઝ કુરતી પૅન્ટ પહેરી હોવાનું જણાયું હતું.

કપડાંમાં પાછાં લેડીઝ શૂઝ, પુરુષોનાં સૅન્ડલ, લેડીઝ બૅગ, બેબી ફ્રોગ, લેડીઝ બેલ્ટ, હેરક્લિપ, 1,360 રૂપિયાની ચૉકલેટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને 2,249 રૂપિયાની કોસ્મેટિકની વસ્તુઓ સંતાડવામાં આવી હતી.

મહિલાઓ ચોરીને ઇરાદે આવી હોવાની ખાતરી થતાં મૅનેજરે પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. સુપરમાર્કેટ પહોંચેલી પોલીસે બન્ને મહિલાને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button