ઘાટકોપર-વર્સોવા મેટ્રો રૂટના તમામ 12 સ્ટેશનો પર મુકાયા સેનિટરી પેડ વેન્ડિંગ મશીન

મુંબઈઃ મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (વર્સોવા-અંધેરી-ઘાટકોપર કોરિડોર)એ બ્લુ લાઇન-1 પરના તમામ 12 મેટ્રો સ્ટેશન પર મલ્ટિ-પ્રોડક્ટ માસિક સ્રાવ સ્વચ્છતા વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવા માટે ભારતની અગ્રણી કંપની સાથે ભાગીદારી કરી છે. આ મશીન મહિલાઓના શૌચાલયની બહાર મૂકવામાં આવ્યા છે જેથી મહિલા મુસાફરો સુવિધાનો લાભ લઈ શકે.
મુંબઈ મેટ્રો વનના પેસેન્જર ટ્રાફિકમાં મહિલાઓનો નોંધપાત્ર હિસ્સો હોવાથી, તેમની જરૂરિયાતોને પુરી કરવી જરૂરી છે. મલ્ટિ-પ્રોડક્ટ હાઇજીન વેન્ડિંગ મશીન પસંદગીના સ્વચ્છતા ઉત્પાદનોની સરળ ઍક્સેસ સુનિશ્ચિત કરે છે અને વિશ્વ-સ્તરીય મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈ મેટ્રો લાઇન 4: થાણેથી વડાલા સુધીની મેટ્રો 2026 થી તબક્કાવાર શરૂ થશે, જાણો રૂટ…
લાંબા સમયથી અવગણવામાં આવેલા મહિલાઓના સ્વચ્છતા પડકારોને ગૌરવપ્રદ બનાવવા, સાથે સરળતાથી ઉપલબ્ધ કરવા સિરોનાના પોર્ટફોલિયોમાં માસિક કપ, ટેમ્પોન, પિરિયડ પેન્ટી, pH બેલેન્સ ઇન્ટિમેટ સંભાળ, સ્વચ્છતા માટેની આવશ્યક વસ્તુઓ અને કેટેગીરી ક્રિએટિંગ સોલ્યુશન જેમ કે મલ્ટિ-પ્રોડક્ટ માસિક સ્રાવ સ્વચ્છતા વેન્ડિંગ મશીન, ભારતભરમાં વધુ મુલાકાતીઓ ધરાવતા સ્થળોએ મુકવામાં આવ્યા છે. આ વેન્ડિંગ મશીન 10 રૂપિયામાં 2 સેનિટરી પેડ્સના પેક પ્રદાન કરે છે, એમ રિલીઝમાં જણાવ્યું હતું.



