આમચી મુંબઈ

Mumbai Metro Line-3ના બે દિવસમાં આટલા લાખ મુસાફરોએ કરી મુસાફરી

મુંબઈ: મુંબઈની મેટ્રો લાઇન-3 પર કફ પરેડથી આરે જેવીએલઆર સુધીના સંપૂર્ણ રૂટ પર કામગીરીના પહેલાં બે દિવસમાં અઢી લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી, એવી માહિતી સબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૩૩.૫ કિલોમીટરનો આ અંડર ગ્રાઉન્ડ કોરિડોર કે જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુવારે, આ મેટ્રોના સંપૂર્ણ સંચાલનના પહેલાં જ દિવસે ૧,૫૫,૪૫૬ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે સાંજે છ વાગ્યા સુધી 1,11,686 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો : Good News: આ તારીખથી Mumbai’s First Underground Metro-3માં પ્રવાસ કરી શકશે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે આ લાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેટ્રો-૩ લાઈન પર આવેલા ૨૭ સ્ટેશનો દક્ષિણ મુંબઈને પશ્ચિમી ઉપનગરો સાથે જોડે છે.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી આ મેટ્રો લાઇન -૨૭ સ્ટેશનો દ્વારા દક્ષિણ મુંબઈને પશ્ચિમી ઉપનગરો સાથે જોડે છે. આ લાઇનથી ટ્રાફિકની ભીડ ઓછી થવાની અને શહેરના મુખ્ય વ્યવસાયિક જિલ્લાઓ, પ્રવાસી આકર્ષણો અને રહેણાંક વિસ્તારો વચ્ચેના મુસાફરીના સમયમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : મુંબઈ મેટ્રો 3: ઉદ્દઘાટન પહેલા જુઓ ગ્રાન્ટ રોડ મેટ્રો સ્ટેશનની અંદરનો નજારો

જોકે, લાઇનના સંપૂર્ણ સંચાલનના પ્રથમ દિવસે વપરાશકર્તાઓને કેટલીક મુખ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બિન-કાર્યકારી એસ્કેલેટર અને ટિકિટ વેન્ડિંગ મશીનો, મોબાઇલ નેટવર્કનો અભાવ અને અમુક સ્ટેશનો પર ટિકિટ માટે લાંબી કતારો સામેલ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button