મુંબઈ મેટ્રો-થ્રીના સ્ટેશન પર હવે પ્રવાસીઓને મળશે મફત વાઈફાઈ, જાણો કારણ?

મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનો અંતિમ કોરિડોર છેક દક્ષિણ મુંબઈ સુધી ચાલુ કરવામાં આવ્યા પછી રોજેરોજ દોઢ લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે હવે મેટ્રોએ સ્ટેશનના પરિસરમાં ફ્રી વાઈફાઈ પૂરી પાડવાની જાહેરાત કરી છે, જેનાથી પ્રવાસીઓ ટિકિટ પ્રાપ્ત કરવામાં પણ સરળતા ઊભી થશે.
એક્વા લાઇન મેટ્રોનું અંતિમ ચરણ ચાલુ થતાં જ તેને દક્ષિણ મુંબઈના રહેવાસીઓ, વિધાર્થીઓ અને નોકરી-ધંધા માટે પ્રવાસ કરનારા લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. લોકોને આરામદાયક, સરળ અને ઝડપી પ્રવાસ પસંદ પડ્યો છે. પરંતુ એક ફરિયાદ એ છે કે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં ઈન્ટરનેટ ઠપ થઇ જાય છે. તેના કારણે ઓનલાઇન ટિકિટ બુકિંગમાં કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.
આ પણ વાંચો : મુંબઈ મેટ્રો-3 પ્રવાસીઓ માટે ખુશખબર: હવે ટિકિટ વિન્ડોની ઝંઝટ નહીં, WhatsApp પર મળશે મેટ્રો ટિકિટ!
આ ફરિયાદ દૂર કરવા મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRC) મુસાફરોની સુવિધા વધારવા અને ડિજિટલ ટિકિટ બુકિંગ માટે MetroConnect3 મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુંબઈ મેટ્રો લાઇન 3 ના તમામ સ્ટેશનો પર મફત વાઇ-ફાઇ સુવિધા આપશે. MMRC નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરે છે, કારણ કે Wi-Fi સેવા ટિકિટ બુકિંગ માટે મફત, સુરક્ષિત અને વિશ્વસનીય વિકલ્પ છે.

. Wi-Fi સુવિધા એક્વા લાઇન મેટ્રો સ્ટેશનોના કોનકોર્સ (ટિકિટિંગ) સ્તરે ઉપલબ્ધ છે, જેથી મુસાફરો સરળતાથી ટિકિટ બુક કરી શકે.
. કનેક્ટ કરવા શું કરવું?
- ઇન્સ્ટોલ અને લોગઈન: સ્ટેશનમાં પ્રવેશતા પહેલા MetroConnect3 એપ ડાઉનલોડ કરો અને લોગ ઇન કરો.
- Wi-Fiથી કનેક્ટ કરો: તમારા ફોનના Wi-Fi સેટિંગ્સમાં ઉપલબ્ધ નેટવર્ક્સ હેઠળ “MetroConnect3” પસંદ કરો.
- ઍક્સેસ સક્રિય કરો: મોબાઇલ એપ્લિકેશન ખોલો→ પ્રોફાઇલ પર જાઓ → ફક્ત ટિકિટ બુકિંગ માટે સંપૂર્ણ ઇન્ટરનેટ ઍક્સેસ મેળવવા માટે “Wi-Fi કનેક્ટ કરો”.