મુંબઈ મેટ્રો થ્રીઃ જુઓ CSMT મેટ્રો સ્ટેશનની પહેલી ઝલક, વારસા અને આધુનિકતાનો સંગમ…

સ્ટેશનની ડિઝાઇન અને સુવિધાઓ: કાચનો ગુંબજ અને કલાત્મક ભીંતચિત્રો મુસાફરોને આકર્ષશે
મુંબઈઃ મુંબઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની એક પછી એક વિસ્તારની કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈના સૌથી જાણીતા સ્ટેશન અને હવે મેટ્રો સ્ટેશન માટે જાણીતા સીએસએમટી મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર પણ લોકોમાં ઉત્સુકતા વધારી હતી. સીએસએમટી સહિત વિધાનભવન સહિત ચર્ચગેટ સ્ટેશનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ વાયરલ થયા પછી યૂઝરે કમેન્ટ કરી હતી.
મુંબઈ એક્વા લાઈન ત્રીજો ત્રીજો અને અંતિમ તબક્કો 30 સપ્ટેમ્બરના પ્રવાસીઓ માટે ચાલુ થવાની સત્તાવાર જાહેરાત કરી હતી, જે ફરી એની તારીખ પછી ધકેલવામાં આવી છે. હવે આ અંતિમ તબક્કો 5 ઓક્ટોબરના ખુલ્લો મૂકવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. હવે અમે તમને સીએસએમટી મેટ્રોની સુંદર તસવીરોની પહેલી ઝલક બતાવીએ છીએ.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) મેટ્રો સ્ટેશન ખુલતાં મુંબઈના મુસાફરોને હવે એક ઐતિહાસિક આકર્ષણ સાથે આધુનિક માળખાગત સુવિધાઓના મિશ્રણ રૂપ પરિવહનનો અનુભવ મળશે. આ સ્ટેશન મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના વિસ્તરણનો ભાગ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સીએસએમટી બિલ્ડિંગની બાજુમાં છે, જે નવીનતાનું અદભૂત મિશ્રણ છે.
મેટ્રો સ્ટેશનના પ્રવેશદ્વાર પર કાચના ગુંબજની બનાવટ પ્રભાવિત કરે તેવી છે. આ પારદર્શક કાચમાંથી મુંબઈનું પ્રતિષ્ઠિત CSMT રેલવે સ્ટેશન દેખાય છે. તેની જાળી જેવી છત દિવસ દરમિયાન કુદરતી પ્રકાશ આપે છે, જ્યારે LED લાઇટ રાત્રે આકર્ષક વાતાવરણ બનાવે છે. શહેરી આર્કિટેક્ટ્સ કહે છે કે તે એક એવા ટ્રાન્ઝિટ હબનું દુર્લભ ઉદાહરણ છે જ્યાં વારસો અને આધુનિક ડિઝાઇન પણ જોવા મળે છે.

સ્ટેશનની અંદરની બાજુમાં વિશાળ કોનકોર્સ, પોલિશ્ડ ગ્રેનાઈટ ફ્લોર અને મુંબઈની રોજિંદા ભીડને પહોંચી વળવા ઊંચી છત જોવા મળે છે. ઉપરાંત, પ્રજ્ઞાચક્ષુ મુસાફરોની સુલભતાને પ્રાથમિકતા આપવા માટે એસ્કેલેટર, લિફ્ટ અને માર્ગદર્શક પટ્ટીઓ આપવામાં આવી છે. સરળ નેવિગેશન માટે અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં સાઇનબોર્ડ મુકાયા છે.
મેટ્રો સ્ટેશનથી અનેક એક્ઝિટ માર્ગો મુસાફરોને શહેરના મુખ્ય સ્થળો સાથે જોડે છે, જેમાં બીએમસી મુખ્યાલય, જનરલ પોસ્ટ ઓફિસ, આઝાદ મેદાન, બોમ્બે જીમખાના, ફેશન સ્ટ્રીટ અને બેલાર્ડ એસ્ટેટનો સમાવેશ થાય છે. દરેક એક્ઝિટ માર્ગનું કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેથી મુસાફરો સરળતાથી, સુવિધાપૂર્વક બહાર નીકળી શકે.

સ્ટેશનમાં સાંસ્કૃતિક ટચ ઉમેરવા મુંબઈના વારસાથી પ્રેરિત ભીંતચિત્રો અને કલા સ્થાપનો છે, જે મુસાફરોને શહેરની જીવંતતાની ઝલક આપે છે. સ્ટેશનની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે. જેથી CSMT મેટ્રો ફક્ત એક પરિવહન કેન્દ્ર ન બની રહેતા, શહેરના ઐતિહાસિક ભૂતકાળથી આધુનિક મહાનગર સુધીની સફરનું પ્રતિબિંબનો નિર્દેશ કરે છે.
આ પણ વાંચો…મુંબઈ મેટ્રો લાઈન- ટુબીમાં ફેઝ વન બહુ જલદી ખુલ્લો મુકાશે