આમચી મુંબઈ

CSMT જતી લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં અશ્લીલ હરકત કરનારા સામે ગુનો નોંધાયો

મુંબઈઃ 14 જૂનના રોજ હાર્બર લાઇન રૂટ પર સીએસએમટી જતી ટ્રેનમાં સવારે 8 વાગ્યાની આસપાસ ચુનાભટ્ટી સ્ટેશન પર નશામાં ધૂત એક પુરુષ મહિલાઓના ડબ્બામાં ઘૂસી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો અંગે પ્રવાસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ત્યાર બાદ પોલીસ પ્રશાસને કાર્યવાહી કરી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ નશામાં ધૂત હતો, સ્ત્રીઓ તરફ જોતા જોતા પોતાનું પેન્ટ ઉતારવાનો પ્રયાસ કરતો હતો. જ્યારે તેને જવાનું કહેવામાં આવ્યું ત્યારે તે ઉતાવળે દરવાજા તરફ ચાલ્યો ગયો એવું લાગતું હતું કે તે ચાલતી ટ્રેનમાંથી કૂદી જશે. લોકલ ટ્રેન વડાલા સ્ટેશન નજીક પહોંચી ત્યારે સાક્ષીએ તેને બીજા કોચમાં ફરીથી ચઢતા જોયો. તે પુરુષ મહિલા કોચમાંથી ઉતાર્યા પછી અધિકારીઓને જાણ કરવામાં આવી, પરંતુ પ્લેટફોર્મ પર કે હેલ્પલાઇન્સ તરફથી કોઈ મદદ મળી નહીં.

આ પણ વાંચો: ગામદેવીમાં કોલેજિયનનો પીછો કરીને અશ્લીલ હરકત કરનારો પકડાયો

અન્ય પ્રવાસીઓ આ ઘટનાના સાક્ષી પણ હતા, તેમણે વડાલા રેલવે પોલીસ સ્ટેશન સાથે સંપર્ક કરી લેડિઝ કોચમાં ઘૂસીને પેન્ટ કાઢવાનો પ્રયાસ કરતા નશામાં ધૂત વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી.

આરોપી પર ભારતીય ન્યાય સંહિતા 79 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો. BNSની કલમ 79 હેઠળ મહિલાનું અપમાન કરતી ક્રિયાઓ જેમ કે અપમાનજનક શબ્દો અથવા હાવભાવ અને ગોપનીયતાનો ભંગ ગુનો બને છે.

સજામાં ત્રણ વર્ષ સુધીની સાદી કેદ અને સંભવિત દંડનો સમાવેશ થાય છે અને ભારતીય રેલ્વે અધિનિયમ, 1989 કલમ 162 હેઠળ પુરુષોને સ્ત્રીઓ માટે અનામત વિસ્તારોમાં પ્રવેશવા અથવા રહેવા બદલ દંડની જોગવાઈ છે. ગુનેગારને 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને રેલવે સ્ટાફ દ્વારા તેમને બહાર કાઢી શકાય છે. જો તેઓ બહાર નીકળવાનું કહેવામાં આવ્યા પછી પણ અનામત બર્થ અથવા સીટ પર બેસે તો તેમની ટિકિટ અથવા પાસ પણ જપ્ત થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button