કરોડપતિ સફરજન: ૧૦ કરોડનું સફરજન જોવા માટે પડાપડી, જાણો તેની ખાસિયત!

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક સફરજનની કિંમત 10 કરોડ રૂપિયા હોય? મુંબઈમાં આવું જ એક સફરજન બનાવવામાં આવ્યું છે, જે ખાવા માટે નહીં, પણ ફક્ત જોવા માટે છે. આ સફરજન હીરા અને સોનાથી બનેલું છે અને આજકાલ હેડલાઇન્સમાં છે. આ અનોખું સફરજન ગોલ્ડ મેન તરીકે ઓળખાતા મુંબઈના રોહિત પિસાલે બનાવ્યું છે.
આ એપલને ખૂબ જ કાળજીપૂર્વક ડિઝાઇન કર્યું છે. તે સંપૂર્ણપણે 18 કેરેટ સોના અને ચમકતા હીરાથી મઢેલું છે. પ્રમાણપત્ર મુજબ આ સફરજન 9 કેરેટ 36 સેન્ટના હીરાજડિત છે. 18 કેરેટ સોનાનું વજન આશરે 29 ગ્રામ 800 મિલી છે. આમાં કુલ 1396 હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સુંદરતા અને કારીગરીના કારણે, તેને એપલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
વિશ્વ વિખ્યાત વર્લ્ડ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટે પણ આ સફરજનને પ્રમાણિત કર્યું છે. એટલું જ નહીં, આ એપલ હવે થાઇલેન્ડના રોયલ પેલેસમાં પ્રદર્શિત થઈ રહ્યું છે, જ્યાં તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો તેને મોં માંગી કિંમતે ખરીદવા તૈયાર છે.
રોહિત પિસલે કહ્યું કે, તેમણે આ એપલ સખત મહેનત અને કળાના મિશ્રણથી તૈયાર કર્યું છે. આ ફક્ત એક ડિઝાઇન નથી, પરંતુ ભારતીય આભૂષણ કળાનું પ્રતીક છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.



