મુંબઈનાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોડી રાતના ભીષણ આગ

જોગેશ્વરીમાં એસ. વી. રોડ પર રુચિ,13 ,સરાફ કાસકર ઇન્ડસ્ટ્રીમાં મંગળવારે મોડી રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગ માં કોઈ જાનહાનિ થઈ નહોતી. ડિઝાસ્ટર મેનેમેન્ટનાં જણાવ્યાં મુજબ મંગળવારનાં રાતના 10.43 વાગે ગ્રાઉન્ડ પ્લસ બે માળના સરાફ ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી.ફાયર બ્રિગેડનાં 4 ફાયર એન્જિન, વોટર ટેન્કર, બે જેટી, ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનસ્થળે પહોંચી ગઈ હતી.
| Also Read: ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં Fire ની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, સાત ગંભીર
આગ 1500થી 2000 સ્ક્વેર ફૂટ માં ફેલાયેલા ગાળા નંબર 9,13,26- બી માં ઝડપભેર ફેલાઈ ગઈ હતી.બાદ માં આગ ની લપેટ માં લાકડાંનું ફર્નિચર, પ્લાયવુડ , રો મટીરીયલ, પેકિંગ મટીરીયલ, સામાન, એસી, ઇલેક્ટ્રિક વાયરમાં ફેલાઇ ગઇ હતી. મોડી રાતના 1.35વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કૂલિંગ ઓપરેશન સવાર સુધી ચાલી રહ્યુ હતું. આગ માં કોઇ જાનહાની થઈ નથી.આગ નું ચોક્કસ કારણ તપાસ બાદ જણાશે.