આમચી મુંબઈ

મુંબઈ કૉંગ્રેસને તાળું લાગવાનું બાકી: સંજય નિરૂપમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ શહેરમાં કૉંગ્રેસની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને તેમની ઓફિસ પર તાળું લાગવાની રાહ છે, એવો દાવો મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે કર્યો હતો.

શિવસેનાના નેતા સંજય નિરૂપમે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસે મુંબઈની કચેરીનું ભાડું અનેક વર્ષોથી ભર્યું નથી. તેનું લેણું લાખો રૂપિયાનું છે. આવી જ રીતે વીજળીનું બિલ ભર્યું ન હોવાથી ડિસ્ટ્રિબ્યુટર મીટર ઉઠાવીને લઈ ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ સંજય નિરૂપમ કૉંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયા હતા.

તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે મુંબઈ કૉંગ્રેસની કચેરી પર હવે ફક્ત તાળું લાગવાનું બાકી છે. ઓફિસનું ભાડું વર્ષોથી ભરવામાં આવ્યું નથી અને હવે લેણું 18 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. વીજળીનું બિલ પાંચ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને ડિસ્ટ્રિબ્યુટર મીટર કાપીને લઈ ગયા હતા.

આપણ વાંચો: PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા

વીજળી કપાઈ ગઈ હતી. કૉંગ્રેસ સતત અદાણીની ટીકા કરતી હોય છે એટલે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે આ ડિસ્ટ્રિબ્યુટર અદાણી નહીં, બેસ્ટ છે.

તેમણે એમ પણ લખ્યું હતું કે હું ચાર વર્ષ સુધી મુંબઈ કૉંગ્રેસનો અધ્યક્ષ હતો. ત્યારે ક્યારેય આવી શરમજનક સ્થિતિ આવી નહોતી. મુંબઈ કૉંગ્રેસનું સંચાલન કરવા માટે માસિક ખર્ચો 14 લાખ રૂપિયા હતો, જેમાં ઓફિસનું ભાડું, વીજળીનું બિલ, બધા જ કર્મચારીઓનો પગાર વગેરેનો સમાવેશ થતો હતો. સાંભળ્યું છે કે છેલ્લા 10 મહિનાથી મુંબઈ કૉંગ્રેસના કર્મચારીઓને વેતન આપવામાં આવ્યું નથી.

આપણ વાંચો: અમીન પટેલને મહારાષ્ટ્ર વિધાનસભામાં કૉંગ્રેસના ડેપ્યુટી લીડર બનાવાયા

તેમણે એમ પણ લખ્યું હતું, કે મારા સમયે આવી સ્થિતિ ફક્ત એક વખત થઈ હતી, જ્યારે ચા-વાળાનું મોટું બિલ સામે આવ્યું હતું. ત્યારે ઓવરબિલિંગનો મુદ્દો હતો, તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. મારા સમયે પણ પાર્ટી વિપક્ષમાં જ હતી અને હું સાંસદ પણ નહોતો.

આમ છતાં અત્યારે પાર્ટીની આવી કપરી સ્થિતિ કેમ થઈ છે? એક નેતા યુ-ટ્યુબના વીડિયો બનાવવામાં વ્યસ્ત છે અને બીજું કૉંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે શિવસેના (યુબીટી)ના પગની જૂતી બની ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘મેં વર્ષો પહેલાં કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીનું કામકાજ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને આઉટસોર્સ ન કરવામાં આવે, પરંતુ ખર્ગે અને વેણુગોપાલ જેવા પરમજ્ઞાની લોકો મને ઈગ્નોર કરતા રહ્યા હતા. આજે પરિણામો સામે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button