આમચી મુંબઈ

મુખ્ય પ્રધાનના પીએ અને ડીસીપીના પતિના સ્વાંગમાં 74 લાખની છેતરપિંડી

મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) અને ડીસીપીના પતિના સ્વાંગમાં ઠગે સાંતાક્રુઝના ગુજરાતી પાસેથી 74 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા મુજબ અલ્પેશ રતિલાલ પટેલની ફરિયાદને આધારે આરોપી વૈભવ પરેશ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આપણ વાચો: નકલી સોનું આપી પચીસ લાખ રૂપિયા પડાવ્યા:ગાંધીનગરના દંપતી સહિત પાંચની ધરપકડ…

પોલીસ ફરિયાદ અનુસાર આ વર્ષના ફેબ્રુઆરીમાં પટેલ ઠક્કરના સંપર્કમાં આવ્યો હતો. ઠક્કરે દાવો કર્યો હતો કે તે મુખ્ય પ્રધાનનો પીએ છે અને તેની પત્ની મુંબઈમાં ડેપ્યુટી પોલીસ કમિશનર પદે છે. પટેલ વિરુદ્ધ નોંધાયેલા ચાર કેસમાં મદદરૂપ થવાની ખાતરી ઠક્કરે આપી હતી. આ કામ માટે તેણે પટેલ પાસેથી 74 લાખ રૂપિયા લીધા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઠક્કર લક્ઝુરિયસ એસયુવીમાં બૉડીગાર્ડ્સ સાથે ફરતો હોવાથી પટેલને તેના પર કોઈ શંકા ગઈ નહોતી. જોકે બાદમાં તેની વિરુદ્ધના એકેય કેસમાં કોઈ પ્રગતિ ન જણાતાં પટેલે ઠક્કરની પૂછપરછ કરી હતી. ઉડાઉ જવાબ આપનારા ઠક્કરે વધુ 76 લાખ રૂપિયાની માગણી કરી હતી.

દરમિયાન એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક કેસમાં ઠક્કરની ધરપકડ કરાઈ હોવાના સમાચાર પટેલે અખબારમાં વાંચ્યા હતા. તરત જ પટેલે સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button