આમચી મુંબઈ

મુંબઈમાં 173 વોર્ડનાં ઉમેદવારની જીત કેમ બની ચર્ચાનો વિષય, જાણો કારણ?

મુંબઈઃ 2026ની મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ કરી દીધી છે. 227 બેઠકવાળી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે બહુમતીનો આંકડો વટાવી દીધો છે ત્યારે વોર્ડ નંબર 173માં વિજયના સમાચારે ભાજપ નેતૃત્વને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે.

દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી માટે 2026ની ચૂંટણી પરિણામો ઐતિહાસિક રહ્યા છે. લાંબા સમયથી ઉદ્ધવ ઠાકરેનો ગઢ માનવામાં આવતું મુંબઈ હવે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાઈ ગયું છે.

આપણ વાચો: પાલિકા ચૂંટણીઃ ભાજપના 43 અને શિંદે જૂથની શિવસેનાના 18 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

શરૂઆતના વલણો અને અત્યાર સુધીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈના લોકોએ આ વખતે પરિવર્તન માટે મતદાન કર્યું છે. ભાજપે કુલ 227 બેઠકોમાં બહુમતીના જાદુઈ આંકડાને વટાવી દીધો છે, જે પાર્ટી માટે એક મોટી સિદ્ધિ છે.

આ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચિત વોર્ડ નંબર 173 છે. અહીંથી કેકે શિલ્પા કેલુસ્કર જીતી ગયા છે, પરંતુ તેમનો વિજય સામાન્ય નથી. શિલ્પા કેલુસ્કરે નકલી “AB” ફોર્મનો ઉપયોગ કરીને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. “AB” ફોર્મ એક સત્તાવાર દસ્તાવેજ છે, જે રાજકીય પક્ષો તેમના અધિકૃત ઉમેદવારોને ફાળવે છે.

સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે ભાજપના વરિષ્ઠ નેતૃત્વએ શિલ્પા કેલુસ્કરને સત્તાવાર રીતે ઉમેદવાર બનાવ્યા નહોતા. તેમણે ટિકિટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને પાર્ટી નેતૃત્વને મનાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ જ્યારે તેમને ટિકિટ ન મળી ત્યારે તેમણે એક ચોંકાવનારું પગલું ભર્યું હતું. કોઈને જાણ કર્યા વિના તેમણે પોતે જ નકલી એબી ફોર્મ તૈયાર કર્યું અને ચૂંટણી પંચને સુપરત કર્યું હતું.

આપણ વાચો: મુંબઈમાં કોંગ્રેસના સુપડા સાફ, ઉદ્ધવની શિવસેના અને શરદ પવારની એનસીપીના વળતા પાણી

જ્યારે ભાજપને આ છેતરપિંડીના સમાચાર મળ્યા, ત્યારે પાર્ટીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો. ભાજપએ શિલ્પા કેલુસ્કર પાર્ટીના સત્તાવાર ઉમેદવાર ન હોવાથી તેમનું નામાંકન રદ કરવા માટે કમિશનને સત્તાવાર રીતે અપીલ કરી હતી. જોકે, કાનૂની ગૂંચવણો કે ટેકનિકલ કારણોસર નામાંકન રદ ન થયું અને તેઓ ચૂંટણી લડ્યા હતા.

તમામ વિવાદો અને પોતાના પક્ષના વિરોધ છતાં વોર્ડ નંબર 173ના લોકોએ શિલ્પા કેલુસ્કરમાં વિશ્વાસ મુક્યો. જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું કે ‘નકલી’ એબી ફોર્મ દ્વારા ચૂંટણી લડનાર શિલ્પા કેલુસ્કર જીત્યા છે. આ જીત માત્ર વિપક્ષ માટે જ નહીં, પણ ભાજપ માટે પણ એક કોયડો બની ગઈ છે, કારણ કે એક તરફ પાર્ટીએ તેમની ઉમેદવારી નકારી કાઢી હતી અને હવે તે જ ઉમેદવારે પાર્ટીને એક બેઠક અપાવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button