આમચી મુંબઈ
મુંબઈમાં ભાજપની મોટી કાર્યવાહી: ચૂંટણી પહેલા 26 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

મુંબઈ : મુંબઈમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે તેના કાર્યકર્તાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પક્ષવિરોધી ગતિવિધિઓને કારણે પાર્ટીએ ચૂંટણી પહેલા જાણીતા નેતા-કાર્યકરો સામે પાર્ટીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મુદ્દે ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે 26 પક્ષ કાર્યકરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
અમિત સાટમ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે વારંવાર ખાતરી આપવા છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2026 માં મહાયુતિના ઉમેદવારને સહકાર નહીં આપવા બદલ આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નોટિસ ગુરુવાર, 8 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : નાગપુરમાં ભાજપની મોટી કાર્યવાહી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 32 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ
સસ્પેન્ડ કરવામાં આવેલા 26 કાર્યકરોના નામ નીચે મુજબ છે
- આસાવરી પાટીલ, 2. મુક્તા મહેશ પટેલ, 3. સુચિત્રા નાઈક, 4. જયમુરુગન નાડાર, 5. દિવેશ યાદવ, 6. અયોધ્યા પાઠક, 7. સુચિત્રા સંદિપ જાધવ, 8. કા. રાકેશ કોહેલો, 9. દિવ્યા ઢોલે, 10. ઉર્મિલા ગુપ્તા, 11. સુષ્મા દેશમુખ, 12. સ્નેહાલી વાડેકર, 13. પ્રિયા પ્રવિણ મરગજ, 14. પ્રવિણ મરગજ, 15. સંગીતા ખુટવડ, 16. પ્રશાંત ઠાકુર, 17. ધનશ્રી અજય બાગલ, 18. વિનિત સિંહ, 19. સરબતજીત સિંહ સંધુ, 20. અમિત શેલાર, 21. શોભા સાળગાંવકર, 22. મોહન આંબેકર, 23. સુશીલ સિંહ, 24. નેહલ શાહ, 25. સિદ્ધેશ કોયંદે અને 26. જાન્હવી રાણેનો સમાવેશ થાય છે.



