આમચી મુંબઈ

બેન્ગકોકથી આવેલા 11 પ્રવાસીની ધરપકડ: 33 કરોડનો ગાંજો જપ્ત

મુંબઈ: કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આઠ અલગ અલગ કેસમાં બેેન્ગકોકથી આવેલા 11 પ્રવાસીની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 33.42 કરોડ રૂપિયાનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો.
કસ્ટમ્સ દ્વારા 11થી 15 ડિસેમ્બર દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સ્પેશિયલ ઑપરેશન હાથ ધરાયું હતું. અલગ અલગ ફ્લાઈટ્સમાં બેન્ગકોકથી આવેલા 11 પ્રવાસીને આંતરવામાં આવ્યા હતા.

શંકાને આધારે પ્રવાસીઓના સામાનની તપાસ કરવામાં આવતાં ગાંજાનાં પૅકેટ્સ મળી આવ્યાં હતાં. અંદાજે 33.42 કરોડ રૂપિયાનો 33.422 કિલો ગાંજો પ્રવાસીઓ પાસેથી મળી આવ્યો હતો. ગાંજો જપ્ત કરીને પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ વિરુદ્ધ કસ્ટમ્સે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button