ઍરપોર્ટ પરથી 21.80 કરોડ રૂપિયાનો ગાંજો, વિદેશી કરન્સી અને સોનું જપ્ત...
આમચી મુંબઈ

ઍરપોર્ટ પરથી 21.80 કરોડ રૂપિયાનો ગાંજો, વિદેશી કરન્સી અને સોનું જપ્ત…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ છેલ્લા ચાર દિવસમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્યવાહી કરી અંદાજે 21.80 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન માહિતીને આધારે કસ્ટમ્સ દ્વારા ઍરપોર્ટ પર પ્રવાસીઓના સામાનની તપાસ કરવામાં આવી હતી. શ્રીલંકાના કોલંબોથી આવેલા એક પ્રવાસીના સામાનમાંથી અઢી કિલોથી વધુ વજનનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. અંદાજે 2.62 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કસ્ટમ્સે થાઈલૅન્ડના બૅન્ગકોકથી આવેલા અન્ય એક પ્રવાસીની ધરપકડ કરી તેની પાસેથી 18.40 કરોડ રૂપિયાનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો.

અધિકારીઓએ વિદેશી ચલણ જાહેર ન કરનારા ત્રણ પ્રવાસીને પણ તાબામાં લીધા હતા. દુબઈ જઈ રહેલા એક પ્રવાસી પાસેથી 7.11 લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું હતું, જ્યારે એ જ ફ્લાઈટમાં જનારા બીજા પ્રવાસી પાસેથી 49.38 લાખ રૂપિયાનું વિદેશી જપ્ત જપ્ત કરાયું હતું.

એ જ રીતે ઈન્ડોનેશિયાના જકાર્તા જઈ રહેલા પ્રવાસી પાસેથી 19.17 લાખ રૂપિયાની ફોરેન કરન્સી હસ્તગત કરાઈ હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને ઈમિગ્રેશન કાઉન્ટર્સ નજીકના વૉશરૂમમાંથી એક પૅકેટ મળી આવ્યું હતું, જેમાં 365 ગ્રામ ગૉલ્ડ ડસ્ટ હોવાનું જણાયું હતું. કસ્ટમ્સ ઍક્ટ હેઠળ અંદાજે 38.10 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button