આમચી મુંબઈમહારાષ્ટ્ર
સૌથી વધુ વૃદ્ધ મતદારો દક્ષિણ મુંબઈમાં

મુંબઈ: મુંબઈમાં વૃદ્ધ એટલે કે 80 વર્ષથી મોટી ઉંમરના સૌથી વધુ મતદારો દક્ષિણ મુંબઈમાં વસેલા છે. મુંબઈમાં મતદારોના આંકડા ચૂંટણી પંચે શુક્રવારે જાહેર કર્યા હતા. આ આંકડા મુજબ દક્ષિણ મુંબઈ મતદારસંઘમાં 72,347 મતદારો 80 વર્ષથી મોટી ઉંમરના છે.
દક્ષિણ મુંબઈમાં કુલ 15.36 લાખ મતદારો છે. આમાંથી 72,347 એટલે કે 4.5 ટકા કરતાં વધારે મતદારો વૃદ્ધ છે. મતદાન કરનારા 18-19 વર્ષના યુવાન મતદારોની સંખ્યા 15,876 એટલે કે ફક્ત એક-સવા ટકા જેટલી જ છે.
મુંબઈમાં સૌથી વધુ વૃદ્ધ મતદારો દક્ષિણ મુંબઈમાં છે, જ્યારે રાજ્યમાં સૌથી વધુ વૃદ્ધ મતદારો બારામતી મતદારસંઘમાં છે. બારામતીમાં 74,464, જ્યારે ધારાશિવમાં 74,087 છે.