આમચી મુંબઈ

કોણ બની શકે છે કે સંઘ પ્રમુખ? RSS શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે કર્યો ખુલાસો

મુંબઈઃ આરએસએસને 100 વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાન મુંબઈમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંઘ સંચાલક મોહન ભાગવતનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. કોણ સંઘનું પ્રમુખ બની શકે છે? તેને લઈને આરએસએસ પ્રમુખે સ્પષ્ટ નિવેદન આપ્યું છે.

મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું છે કે, કોણ સંઘ પ્રમુખ બની શકે છે. મોહન ભાગવતે કહ્યું કે, કોઈ પણ જાતિની વ્યક્તિ સરસંઘચાલક બની શકે છે. પહેલી વખત સંઘ પ્રમુખ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

આપણ વાચો: દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ અને આરએસએસની પ્રશંસા પર વિવાદ, સલમાન ખુર્શીદે કહ્યું મજબૂત તો ડાકુ પણ હોય છે….

સંઘ પ્રમુખ અંગે મોહન ભાગવતનું સ્પષ્ટીકરણ

વધારે વિગતે વાત કરવામાં આવે તો સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જો વ્યક્તિ કામ કરવાવાળો હોય છે, તેને આ જવાબદારી આપવામાં આવે છે. સંઘની કાર્યપદ્ધતિ, તેની ભાવિ દિશા અને સામાજિક સંવાદિતા અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

કહ્યું કે, સંઘનો પ્રમુખ ના તો બ્રાહ્મણ, ના ક્ષત્રિય કે ના વૈશ્ય હોય છે. સંઘમાં કોઈ પણ વ્યક્તિનું માન માત્ર તેના કામના કારણે જ હોય છે. જે સૌથી વધારે યોગ્ય છે, તેને જ સંઘની જવાબદારી આપવામાં આવે છે.

આપણ વાચો: રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો, આરએસએસ પર પણ પ્રહાર કર્યા

એસટી કે એસસી વર્ગની વ્યક્તિ પણ બની શકે છે સરસંઘચાલક

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ભવિષ્યમાં એસટી કે એસસી વર્ગની વ્યક્તિ પણ સરસંઘચાલક બની શકે છે. મોહન ભાગવતને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, નિયમો અનુસાર 75 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી, વ્યક્તિએ જવાબદારી વિના કામ કરવું પડે છે.

મેં 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ મારા સાથીદારોના આગ્રહથી, હું હજી પણ આ જવાબદારી નિભાવી રહ્યો છું. હું મારી જવાબદારીમાંથી નિવૃત્તિ લઈશ, પરંતુ મારા કામમાંથી નહીં”

બળજબરીથી કે પછી લોભ આપીને ધર્માંતરણ ના થવું જોઈએ

આ સાથે સાથે મોહન ભાગવતે મુસ્લિમ અને ધર્મપરિવર્તન અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યાં છે. કહ્યું કે, મુસ્લિમ સમુદાય પણ આપણા સમાજનો એક ભાગ છે. સ્વયંસેવકો તેમની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે. ધર્મ પરિવર્તન અંગે વાત કરતા કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે ભગવાન પસંદ કરવાનો અધિકાર છે, પરંતુ ધર્માંતરણ બળજબરી પૂર્વક કે પછી લોભ આપીને ના થવું જોઈએ.

તેનો ઉત્તર માત્ર ઘર વાસપી છે, અને તે જ થવું જોઈએ. વધુમાં તેમણે 2047માં અખંડ ભારતની કલ્પના કરવા માટે પણ કહ્યું છે. કહ્યું કે, હવે ભારતને તોડવા વાળા તૂટી જશે. જે લોકો ભારતનું વિભાજન કરવાનું વિચારી રહ્યાં છે તેમના સપના ક્યારેય પૂરા થવાના નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button