આમચી મુંબઈમહારાષ્ટ્ર

Modi 3.0: કેબિનેટમાં સ્થાન નહીં મળતા Ajit Pawar પર સુપ્રિયા સુળેએ નિશાન સાધ્યું

મુંબઈઃ અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-Ajit Pawar’s NCP)ના એક પણ નેતાને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળ્યા બાદ અજિત પવારે ગઈકાલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. એની સાથે પ્રફુલ્લ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી, ત્યારે આજે એનસીપી (શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે અજિત પવારની પાર્ટીને મોદીની કેબિનેટમાં સ્થાન નહીં મળતા કોઈ આશ્ચર્ય થયું નથી.

એનસીપીના પચીસમાં સ્થાપના દિવસ નિમિત્તે પત્રકારોને સંબોધતા સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે એનડીએની પહેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી કરવી જોઈતી હતી. યુપીએના શાસન દરમિયાન એનસીપીએ મનમોહન સિંહની સરકારમાં પણ સહયોગી પાર્ટીનર તરીકે કામગીરી કરી હતી.

મનમોહનની સરકારમાં પવાર સાહેબ પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વ્યક્ત કરીને અઢી કેબિનેટની બર્થ મળી હતી, જ્યારે પાર્ટી પાસે ફક્ત આઠ અથવા નવ સાંસદ હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય સંખ્યા અંગે વિચાર્યું નથી અને પાર્ટીને પોતાના સહયોગીની રીતે સન્માન પણ આપ્યું છે.

આ પણ વાંચો: Supriya Sule Vs Sunetra Pawar: કોણ જીતશે, પરિવારના જ સભ્યએ કરી આગાહી

મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારમાં એકબીજાની સાથે સન્માનપૂર્વક પણ વર્તન કરવામાં આવ્યું હતું. અમે કોઈ ફોર્મ્યુલા પર અટક્યા નથી. અમારા પરસ્પરના સંબંધો સન્માનપૂર્વકના અને યોગ્યતા આધારિત છે. તેમણે કહ્યું કે એનસીપીને એક પણ સીટ મળી નથી એ વાતનું આશ્ચર્ય થયું નથી. છેલ્લા 10 વર્ષમાં ભાજપનું તેના સહયોગી પક્ષો સાથેની વર્તણૂક મેં જોઈ છે અને તેમનો દૃષ્ટિકોણ પણ એક સમાન જોવા મળતો નથી.

રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એનસીપી મોદી સરકારની કેબિનેટમાં સ્થાન ઈચ્છે છે અને ભાજપની સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના પ્રધાન (MoS)ની ઓફર ઠુકરાવી છે. અજિત પવારે કહ્યું છે કે એનસીપી રાહ જોવા માટે તૈયાર છે પણ કેબિનેટમાં સ્થાન ઈચ્છે છે.

અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના સહિત એનસીપી સાથેના ગઠબંધનમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. અજિત પવારની એનસીપી ચારમાંથી માત્ર એક બેઠક (રાયગઢ) જીતી હતી, જ્યારે બારામતીમાં પણ પ્રતિષ્ઠાનો જંગ હારી ગયો હતો, જ્યાં અજિત પવારના પત્ની સુનેત્રા પવારને બહેન સુપ્રિયા સુળેએ હરાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો