MNS કાર્યકર્તાઓએ વિક્રોલીમાં મારવાડી દુકાનદારને માર માર્યો! વિવાદ વધુ વકરશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

MNS કાર્યકર્તાઓએ વિક્રોલીમાં મારવાડી દુકાનદારને માર માર્યો! વિવાદ વધુ વકરશે?

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ ફરી મરાઠી ભાષાનો વિવાદ છંછેડ્યો (Marathi Language row) છે, થોડા દિવસો પહેલા MNS કાર્યકર્તાઓએ મરાઠી ન બોલવા બદલ કેટલાક લોકોને માર માર્યો હતો, આ ઘટનાનો વિડીયો વાયરલ થતા રાજકરણ ગરમાયું છે. એવામાં વધુ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં MNS કાર્યકર્તાઓ એક મારવાડી દુકાનદારને માર મારતા જોવા મળે છે.

અહેવાલ મુજબ આ ઘટના મુંબઈના વિક્રોલી વિસ્તારની છે. મરાઠી સમુદાયનું અપમાન કરતું વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવાનો આરોપ લગાવીને MNS કાર્યકર્તાઓએ એક મારવાડી દુકાનદારને માર માર્યો હતો અને કેમરા સામે માફી માંગવા દબાણ (MNS workers beat Marwadi shopkeeper) કર્યું.

દુકાનદાર પાસે માફી મંગાવવામાં આવી:
શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે MNSના કેટલાક કાર્યકરો દુકાન પર પહોંચે છે અને દુકાનદારને ઘેરી લે છે. કાર્યકર્તાઓએ પહેલા તેને ઠપકો આપ્યો હતો અને પછી માર માર્યો. કાર્યકરોએ દુકાનદારને સમગ્ર મરાઠી સમુદાયની જાહેરમાં માફી માંગવાનું દબાણ કરવામાં આવે છે. વિડીયોમાં દુકાનદાર કાન પકડી અને હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે.

આપણ વાંચો:  ‘અઝાન પણ મરાઠીમાં થવી જોઈએ’ નિતેશ રાણેએ ભાષા વિવાદની આગમાં ઘી હોમ્યું

કાર્યકર્તાઓએ લોકોને ચેતવણી આપી:
વિડીયોમાં MNS કાર્યકર્તાઓએ લોકોને મરાઠી ભાષા અને સંસ્કૃતિનો અનાદર ન કરવા ચેતવણી આપી છે. MNS કાર્યકર્તાઓએ સ્થાનિક લોકોને મરાઠી લોકોનું અપમાન કરતા દુકાનદારો પાસેથી સમાન ન ખરીદવા હાકલ કરી હતી.

થોડા દિવસો પહેલા થાણેમાં મરાઠીમાં ન બોલવા બદલ એક ફૂડ સ્ટોલના માલિક પર MNS કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. મીરાં રોડ પર એક દુકાનદારને પણ માર મારવામાં આવ્યો હતો. એક ઓટોરિક્ષા ચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ ઘટનાને કારને રાજકારણ વધુ ગરમાઈ એવી શક્યતા છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button