આમચી મુંબઈનેશનલ

મુંબઈકરોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત! 70 કિમી લાંબી ટનલ આ વિસ્તારોને જોડશે, જાણો આ યોજના વિષે

મુંબઈ: શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવામાં આતે ઈસ્ટર્ન ફ્રીવે, કોસ્ટલ રોડ અને સી લિંક દ્વારા રિંગ રૂટ બનાવવાની યોજના પછી બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)વધુ એક મોટી યોજના પર કામ કરી રહી છે. અહેવાલ મુજબ MMRDAએ શહેરના મુખ્ય સ્થળો અને રસ્તાઓને જોડવા માટે શહેરની અંદર ટનલનું એક વિશાળ નેટવર્ક બનાવવા માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના કારણે મુંબઈકરોને ગીચ વિસ્તાઓમાં થતા ટ્રાફિકમાંથી રાહત મળી શકે છે.
અહેવાલ મુજબ MMRDA એ શહેરમાં ત્રણ તબક્કામાં 70 કિલોમીટર લાંબુ ટનલ નેટવર્ક વિકસાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. યોજનાના ટેક્નોલોજીકલ પાસા, ખર્ચનો અંદાજ, બાંધકામની રીત, જરૂરી વિવિધ મંજૂરીઓ વિષે અહેવાલ તૈયાર કરવા અને વિગતવાર પ્રોજેક્ટ આઉટ લાઈન તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવાની પ્રક્રિયામાં હાથ ધરવામાં આવી છે.

એક અહેવાલમાં MMRDAનાને ટાંકીને જણાવવામાં આવ્યું કે રોડ પરનો ટ્રાફિક ટનલમાં ડાયવર્ટ થશે અને રસ્તાઓ પર ભીડ ઘટાડવામાં મદદ થશે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ઓછો થશે.

પ્રથમ તબક્કો:

અહેવાલ મુજબ આ યોજનાના પ્રથમ તબક્કામાં 16 કિમીની ટનલ બનાવવામાં આવશે, જે હેઠળ કોસ્ટલ રોડના વરલી સી લિંકના વર્લી છેડાથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) બિઝનેસ હબ અને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 સુધી ટનલ બનવામાં આવશે. આ ટનલ BKC ખાતે બની રહેલા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન સાથે પણ જોડવામાં આવશે.

બીજો તબક્કો:

અહેવાલ મુજબ આ પ્રસ્તાવિત ટનલ પ્રોજેક્ટના બીજા તબક્કામાં 10 કિમીની ટનલ બનવવામાં આવશે, જેનાથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જોડવાના આવશે, આ ટનલને પણ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.

ત્રીજો તબક્કો:

ટનલ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ 44 કિમીની ટનલ બનાવવામાં આવશે. આ તબક્કા હેઠળની ટનલ શહેરના ઉત્તર ભાગથી શરુ થશે અને દક્ષિણ ભાગ સુધી ફેલાયેલી હશે, જે શહેરની લંબાઈને આવરી લેશે. આ ટનલને કારણે રોડ પરના નિયમિત ટ્રાફિકને અસર કર્યા વિના માલસામાન અને મુસાફરોની અવરજવર શક્ય બનશે.

આ ટનલ નિર્માણાધીન:

નોંધનીય છે કે 70 કિમીનું ટનલ નેટવર્ક MMRDA અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા બનાવવામાં આવી રહેલી ઇન્ટ્રા-સિટી ટનલથી અલગ યોજના છે છે. MMRDA મુંબઈમાં બે અન્ય મોટા ટનલ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે.

ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવને જોડવા 9 કિમી લાંબી ટનલ બનાવવામાં આવી રહી છે, જેની મદદથી ઇસ્ટર્ન ફ્રીવેનો ટ્રાફિક મરીન ડ્રાઇવ પર કોસ્ટલ રોડના છેડા સુધી પહોંચી શકશે. MMRD 11.85 કિલોમીટર લાંબી થાણે-બોરીવલી ટ્વીન ટનલ પર પણ કામ કરી રહ્યું છે જે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થશે.

આ પણ વાંચો…મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button