વર્સોવા વિરાર સી લિન્કને પાલઘર સુધી લંબાવવાનો એમએમઆરડીએનો વિચાર

મુંબઈ: મૂંબઈમાં ભીડ, ટ્રાફિકની સમસ્યા અને રસ્તા પર વધતા વાહનોની સંખ્યાને ધ્યાનમાં રહી પ્રશાસન તરફથી અનેક જગ્યાએ રસ્તાઓ પહોળા અને લાંબા અંતર સુધી વધારવાના અનેક કામો શહેરમાં ચાલી રહ્યા છે. દિવાળીમાં પ્રશાસન દ્વારા મુંબઈગરાઓને ભેટ આપવામાં આવી છે. આ ભેટમાં મુંબઇનો નવો અને મહત્ત્વનો માર્ગ એટલે વર્સોવા વિરાર સી બ્રિજને પાલઘર સુધી લંબાવવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
મળેલી માહિતી મુજબ એમએમઆરડીએ દ્વારા વર્સોવા વિરાર સી બ્રિજને પાલઘર સુધી લંબાવવાની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. આ નિર્ણયને લીધે એમએમઆરડીએએ વરલી – બાન્દ્રા, બાન્દ્રા- વર્સોવા, વર્સોવા – વિરાર તબક્કાના આ માર્ગને વધારવનો નિર્ણય લીધો છે. અને આ તબક્કાના કામમાં વિરાર-પાલઘરને પણ ઉમેરવામાં આવશે તેવી માહિતી છે. આ પુલનું કામ પૂર્ણ થયા બાદ દરિયા પર બંધવામાં આવતા પુલને લીધે નરીમાન પોઈન્ટથી વરલી અને વરલીથી પાલઘર સુધીની મુસાફરી જડપે બનશે.
પ્રોજેકટની આ જાહેરાત બાદ આ પુલના બાંધકામની યોજના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પુલનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી આશા એક અધિકારી વ્યક્ત કરી હતી.
વર્સોવા વિરાર સી લિંકમાં માધ આઇલેન્ડ, ગોરાઇ બીચ, અગાશી રોડને આ રૂટના તબક્કામાં જોડવામાં આવશે. મનોરી ખાડી બ્રિજને પણ આ માર્ગમાં સામેલ કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ આ સી લિંક ચાર જગ્યાને જોડવાનું કામ કરશે. આ માર્ગ ચારકોપ, મીરા ભાયંદર, વસઈ-વિરાર એમ ચાર સ્થળોએ જોડાશે. આ માર્ગ દરિયાકિનારાથી અંદાજે 1 કિમી દૂર રાખવામા આવશે જેમાં ગોરાઈ, ઉત્તન, વસઈ અને વિરાર નામના ચાર ટોલ પ્લાઝા પણ ઊભા કરવામાં આવશે.