મિગ્જૌમ ચક્રવાતની ઈફેક્ટ મુંબઈમાં થશે કે નહીં?

મુંબઈ: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા મુંબઈના વાતાવરણમાં પણ ઠંડક હતી અને આ દરમિયાન અનેક ભાગોમાં વરસાદ પણ પડ્યો હતો. ભારતના દક્ષિણ છેડે આવેલા મિગ્જૌમ ચક્રવાતને કારણે આ અઠવાડિયામાં મુંબઈના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો શરૂ થયો હોવા છતાં શહેરનું તાપમાન વધતા મુંબઈગરાઓ ઠંડીની રાહ જોઈ રહ્યા છે.
ભારતના દક્ષિણ છેડે આવેલા મિગ્જૌમ ચક્રવાતની અસર મુંબઈના વાતાવરણમાં પણ થઈ રહી છે. મુંબઈમાં વરસાદ પડતાં થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક સર્જાઈ હતી પણ છેલ્લા થોડાક દિવસોથી તાપમાનમાં ફરી વધારો થઈ રહ્યો છે. ભારતના હવામાન વિભાગે સુપર અલ નિનોને કારણે આ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહી શકે છે.
મુંબઈમાં વહેલી સવારે વાદળ છવાયા હોવાથી ધુમ્મસ જોવા મળ્યું હતું. આઇએમડીએ એમ પણ જણાવ્યુ હતું કે જાન્યુઆરી મહિનામાં કદાચ થોડાક પ્રમાણમાં ઠંડી પડે. મિગ્જૌમ ચક્રવાત ઠંડીનું પ્રમાણ ઘટાડવા માટે જવાબદાર બન્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતાં ચક્રવાત સર્જાયું છે જેને લીધે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે.